+

VADODARA : પોતાનાને દુ:ખી અને બીજાને મોટા કરવાનું સ્થાનિક લેવલનું રાજકારણ, મારી રીત અલગ છે – કેતન ઇનામદાર

VADODARA : વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મોડી રાત્રે રાજીનામું આપી અને બપોર બાદ રાજીનામું પરત લેવાના ઘટનક્રમને નાટકીય રીતે જોવાઇ રહ્યો છે. ત્યારે તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર…

VADODARA : વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મોડી રાત્રે રાજીનામું આપી અને બપોર બાદ રાજીનામું પરત લેવાના ઘટનક્રમને નાટકીય રીતે જોવાઇ રહ્યો છે. ત્યારે તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 27 મીનીટને એક રેકોર્ડેડ વિડીયો પોસ્ટ કર્યો છે. તેમાં તેઓ રાજકીય કારકીર્દીને સ્પર્શતા અનેક વિષયો પર ખુલાસા આપી રહ્યા છે.

અત્યારે બધાનું વિચારવું એક સરખું ન હોય

વિડીયોમાં જણાવે છે કે, કેતન ઇનામદાર મારો સંદેશો દિલની વાત આપની સામે મુકવા આવ્યો છું. 19 તારીખે જે મારા રાજીનામાની વાતને લઇને મેં અમારા વિધાનસભાના અધ્યક્ષને મેલ દ્વારા અંતરઆત્માની વાત સાંભળીને રાજીનામું આપું છું તેમ લખીને મોકલ્યો. જે ઘટનાને રાજકીય રીતે તોલવામાં આવી. મેં જે પત્રમાં લખ્યું હતું, અંતરઆત્માના અવાજની વાત સાંભળીને. હું માનું છું અત્યારે બધાનું વિચારવું એક સરખું ન હોય, દરેક રાજકીય રીતે જોતા હોય આની પાછળ કોઇ કારણ હશે તેમ માનતા હોય કોઇ રાજકીય હિત છુપાયેલુ હશે તેમ માનતા હોય,

હરહંમેશ મેં દિલ ચલાવ્યું છે, દિમાગ નહિ

પણ મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામુું આપ્યું હતું. મને ઘણી વખત લાગતું આવ્યું છે, અને અનુભવ્યું છે, ભાજપને સંન્નિષ્ઠ કાર્યકર્તા તરીકે પાર્ટીને સમર્પિત છું. જ્યારથી હું ધારાસભ્ય થયો ત્યારથી મેં માત્ર અને માત્ર તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન મોદીને જ જોયા છે. મારા પિતા કોંગ્રેસના હોય અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય, મારી રાજકીય શરૂઆત અપક્ષના સિમ્બોલથી અથવા ભાજપના સિમ્બોલથી ચૂંટણી લડ્યો છું. મારો સ્વભાવ અને મારા કામ કરવાની રીત અલગ છે, રાજકીય રીતે વ્યાજબી પણ ન કહેવાય. હું કહેતો આવ્યો છું, હરહંમેશ મેં દિલ ચલાવ્યું છે, દિમાગ નહિ. દિમાગ ચલાવવા શક્તિ આપી છે. 2001 માં પંચાયતની ચૂંટણી હાર્યો તો કોઇ ગમ ન હતો. 2004 માં જિલ્લા પંચાયચતની ચૂંટણી હાર્યો તેનું કોઇ દુખ ન હતું. 2005 માં નવી સીટ પર કમળ પરથી લડ્યો તે ચૂંટણી પણ હાર્યો. 2001 થી 2005 સુધી ત્રણ ચૂંટણી હારવા છતા પણ સેવાકાર્ય ચાલુ રાખ્યું હતું. માતા-પિતાના સંસ્કાર લોકો જોઇ રહ્યા છે.

જગદીશગીરી બાપજીએ કહ્યું હતું મોદી સાહેબ જોડે રહેવાનું

મને અત્યાર સુધી પરિણામ અને લોકોને પ્રેમ મળ્યો છે. અવિરત લોકો મારી સાથે રહ્યા છે. 2001 – 2005 ની ચૂંટણી હાર્યા બાદ, 2005 – 2010 સુધી પાંચ વર્ષનો સમયગાળો જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે અપક્ષમાં ઉમેદવારી હતી, ત્યારે વધુ મોટા માર્જીનથી હું જીત્યો હતો. ત્યારથી હું ભાજપ સાથે કમિટમેન્ટ વગર રહ્યો હતો. અને 2012 માં વિધાનસભા જેવી મોટી ચૂંટણીમાં સાવલીમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલતું હોવાના કારણે ખુબ નસીબદાર છું, મારે 260 વોટ મારી જ્ઞાતીના હોય છતાં લોકોના આશિર્વાદથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને સામે 22 હજાર વોટથી ચૂંટણી જીતીને રાજ્યમાં એકમાત્ર અપક્ષ તરીકે ચૂંટાયો હતો. જગદીશગીરી બાપજીએ કહ્યું હતું મોદી સાહેબ જોડે રહેવાનું. ત્યારથી અત્યાર સુધી ભાજપનો વફાદાર સમર્પિત છું. 2017 ની ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાની અને બળવંતભાઇ રાજપૂત ચૂંટણી લડી રહ્યા હતા. સામે અહેમદ પટેલની ચૂંટણી રાજ્યસભાની હતી. ત્યારે પણ કોઇ કમિટમેન્ટ વગર 14 કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપને સમર્થન આપતા હોય, ત્યારે મેં સીધો મત ભાજપને ગયો છે. રાજકીય અવલોકનો થાય ત્યારે આ બધી વાતો પ્રજા સમક્ષ હોવી જોઇએ.

ડેપો શરૂ થાય તો વિદ્યાર્થીઓને રૂટની મુશ્કેલી ન પડે

ત્યાર બાદ 2017 ની ચૂંટણીમાં કમળના નિશાન સાથે ભાજપના ધારાસભ્ય તરીકે સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા ગાંધીનગર ગયો. તે સમયની સરકારમાં મેં જે મારા પ્રજાને કમિટમેન્ટ આપ્યું હતું, ડેસર તાલુકો જુદો કરાવીશ. પીએમ મોદીએ આ કમિટમેન્ટ પૂર્ણ કર્યું. 2012 થી 2024 સુધી સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યનો વિકાસ છે, તે કેતનને આધીન નથી. તત્કાલિકન મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને આજની ભાજપની સરકારના આધીન છે. 2020 માં રાજીનામું આપ્યું હતું. ત્યારે મુખ્ય મુદ્દાઓ હતા. મહિસાગર નદી પર ચેકડેમ બને. મહિ નદીના કાંઠાના ગામોમાં પાણીની મુશ્કેલી પડે છે. આ પ્રોજેક્ટ થકી વિસ્તારના લોકોને કાયમી શાંતિ થઇ જાય.કોવિડના સમયે રૂ, 450 કરોડના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી હતી. બીજો મુદ્દો હતો એસટી ડેપો. 20 વર્ષ પહેલા એસટી ડેપો બંધ થયો છે. તે જમીન એસટી ડિપાર્ટમેન્ટની હોય. ત્યાં વર્કશોપ પણ છે. બાંધકામ પણ છે. ડેપો શરૂ થાય તો વિદ્યાર્થીઓને રૂટની મુશ્કેલી ન પડે. અને તમામ સુવિધા મળે. તેને 2020માં સૈદ્ધાંતિક મંજૂરી આપી.

જમનોત્રી હોસ્પિટલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બને

સાવલી સાકરદા રોડ ફોરલેન 2020 નો મુદ્દો હતો. કારણકે તે હાઇવેને કનેક્ટેડ છે. આ રોડ થાય તો વિસ્તારની રોનકને ચાર ચાંદ લાગી જાય. સરકારે તે મંજૂર કર્યો હતો. ત્યાર બાદ ઇએસઆઇ હોસ્પિટલ મંજૂસરમાં બને, હજારોની સંખ્યામાં યુવાનો રોજીરોટી મેળવે છે ત્યારે ઈએસઆઇ કપાય છે ત્યારે પણ ગોત્રી જઇને સારવાર મેળવવી પડે છે. ઇએસઆઇ હોસ્પિટલની માંગ હતી મારી, સાંસદે કેન્દ્રમાંથી મંજૂરી લાવી આપી. જમીન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ મુદ્દાઓ સાથે જમનોત્રી હોસ્પિટલ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બને. ચારે બાજુથી હાઇવે કનેક્ટેડ છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર મળે તે માટે તેનો સારો પ્રોગ્રેસ થયો છે. ટુંક સમયમાં તેનું પરિણામ મળશે.

કોઇ પણ સત્તા વગર પણ તમે સમાજસેવા કરી શકો છો

જ્યારે 2022 ના મંચ પરથી કહ્યું હતું. 2027ની ચૂંટણી નહિ લડું તેમ કહ્યું હતું. કેમ કારણકે મારો 15 વર્ષનો સમયગાળો વિધાનસભાનો કાર્યકાળ લોકોમાં દિલમાં સ્થાન લેનારો અને પ્રેમ જીતનારો છે. લોકો રાજકીય રીતે જ બધુ તોલતા હોય છે. મારે એવો દાખલો બેસાડવો હતો કે, કોઇ પણ સત્તા વગર પણ તમે સમાજસેવા કરી શકો છો. આ વાત વારંવાર જણાવું છું.

મારો નિર્ણય કોઇ પણ દિવસ વ્યક્તિગત હિત માટે હોતો નથી

2024 નું રાજીનામું આપ્યું ત્યારે વાત એક હતી પાર્ટી તેના લેવલ પર કોઇ નિર્ણય કરતી હોય છે, તેને દરેક કાર્યકર્તાએ તેને ફોલો કરવાનું છે. કારણકે નિર્ણય મોડવી મંડળ વિચારીને કરે છે. આ બંધારણ છે અને અમારે તેને સ્વિકારવું જ પડે. લોકો બીજો પક્ષ છોડીને અહિંયા આવે છે, અમે તો આ પક્ષના જ છીએ. મારી રીત ખોટી હોઇ શકે, હું અપક્ષ લડતો હોઉં, રાજીનામું આપતું હોય તે કોઇ સ્ટંટ નથી. તે લોકો પરનો ભરોસો છે. મારા નિર્ણયને મારી પ્રજા સ્વિકારશે, મારો નિર્ણય કોઇ પણ દિવસ વ્યક્તિગત હિત માટે હોતો નથી. દરેક વ્યક્તિ પર લોકો શંકાની દ્રષ્ટિએ જોતા હોય છે. ઇશ્વર પણ જન્મ લે તો તેના પર પણ લોકો શંકા કરે તેવી લોકોની મનોવૃત્તિ હોય છે. હું સર્વગુણ સંપન્ન નથી.

વ્યક્તિને મોટી જવાબદારી સોંપવા પહેલા તેની કેપેસીટી જાણી લો

મારી રીત ખોટી છે. હું પાર્ટી લાઇન સાથે રહું, મારે ચાલવું જ જોઇએ. હું પાર્ટીથી પર નથી. હું સાવલી ડેસરના લોકોના દિલમાં સ્થાન લઇને રાજકીય કારકીર્દી આગળ ન વધારી શકું. પ્રજાહિતના કાર્યો કરવા માટે પાર્ટી જોડે જોઇએ પાર્ટીથી જ દરેક કાર્યકર્તા ઉજળા હોય છે. હું મારી રીતમાં બદલાવ લાવવા ઇચ્છું છું. મારૂ રાજીનામું લઇ લો આ વાત મેં મારા મોડવી મંડળને કરી છે. મારી રીત પાર્ટીને નુકશાન કરે તે વ્યાજબી નથી. દરેકનો એક સરખી રીતે ન તોલો. રાજીનામું મારા અંતરઆત્માનો નિર્ણય હતો. મને જે અનુભવ થયો, તે કાર્યકર્તાનો પણ હોઇ શકે. પાર્ટીમાં આવેલા વ્યક્તિને મોટી જવાબદારી સોંપવા પહેલા તેની કેપેસીટી જાણી લો. કાબિલીયત પ્રમાણે કામ આપો. મને લાગે છે કે પોતાનાને દુખી કરવા અને બીજાને મોટા કરવાનું સ્થાનિક લેવલનું રાજકારણ છે તેની મેં ઉપર જાણ કરી. સમસ્યા પરિવારના મોભીને જ જણાવવાની હોય છે.

આત્મ સન્માનની વાત આવતી હોય તો બધી જ વસ્તુઓ સાઇડ પર.

મોવડી મંડળ વચ્ચે મારા મુદ્દાઓની વાત કરી, મેં રાજીનામું આપવાનું કાર્ય કર્યું તે પાર્ટી લાઇન બહારની વાત કહેવાય. છતા મારી વાતને પોઝીટીવ લઇ, રાજીનાનું ન સ્વિકારીને અને સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપે ત્યારે નિર્ણય પાછો લીધો હતો. પાર્ટી સર્વોપરી છે, હતી અને રહેશે. હું પાર્ટીનો કાર્યકર્તા છું. આત્મ સન્માનની વાત આવતી હોય તો બધી જ વસ્તુઓ સાઇડ પર.

આમ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા 27 મીનીટનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકીને પોતાની વાત લોકો સમક્ષ મુકી હતી.

આ પણ વાંચો —VADODARA : પરિજનને મળી પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત

Whatsapp share
facebook twitter