+

Jetpur: જેતપુરનું ગણેશ નગરમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત

Jetpur: જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી…

Jetpur: જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી છે, ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, પાણી અને સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા આપવા માગણી કરી છે. ઉપરાંત નગરપાલિકા ‘હાય હાય’ ના નારાપણ લગાવ્યા હતા. નોંધનીય છે કે, અહીના લોકો વર્ષોથી પોતાની પાયાની જરૂરીતો માટે વલખા મારી રહ્યા છે.

વર્ષો બાદ પણ સમસ્યા એના એ જ સ્વરૂપમાં

જેતપુર (Jetpur) પાલિકાની હદ હેઠળ આવતા જુનાગઢ રોડ રોડ પર આવેલા એસ કુમાર રેસિડેન્સીનો પાછળનો ગણેશ નગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચોમાસું હોવાથી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા 5 વર્ષથી સર્જાતી હોવા છતાં એક પણ પ્રકારના રોડની કામગીરી અહીં કરવામાં આવી નથી. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે, પાક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ અને ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી. તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે.

નગરપાલિકાની ઢીલી નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો

નોંધનીય છે કે, અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ Jetpur નગરપાલિકાની ઢીલી નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આશ્ચર્યની વાતએ છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કર્યો થયા જ કેમ નથી? શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું? આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે. જો કે, ગણેશ નગરના રહેવાસીઓ દ્વારા અગાઉ પણ પાયાની સુવિધાઓ આપવા માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા. પણ સ્થિતિ ‘જે સે થે’ મુજબની જોવા મળે છે.

આ વિસ્તારના લોકોને પડી રહીં છે હાલાકી

હાલ અત્યારે ચોમાસાનો સમય હોવાથી ગંદકી થવાના કારણે અનેક રોગોનો સામનો પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો તે પારાવાર નુકસાની ભોગી રહ્યા છે. આ વિસ્તારમાં આક્ષેપો પ્રમાણે મતદાન સમય અને અહીંના સ્થાનિક સભ્યો મોટી મોટી વાતો કરી જતા રહ્યા હોય તેવા પણ આક્ષેપો કર્યા હતા. જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં નહીં આવે તો આ વિસ્તારોના લોકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો: Rajkot: ભાજપ નેતાને રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, ફટકાર્યો દંડ

આ પણ વાંચો: Gujarat: આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતને ધમરોળશે, બે સિસ્ટમો થઈ છે સક્રિય

આ પણ વાંચો: Gir Somnath: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના ડ્રોન કેમેરામાં કેદ થયા જમજીર ધોધના મનમોહક દ્રશ્યો

Whatsapp share
facebook twitter