+

VADODARA : કરજણની શાળામાં વિદ્યાર્થીઓ વાટ જોતા રહ્યા, શિક્ષક ગેરહાજર

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા કરજણ-મીયાગામની કુમાર શાળામાં શિક્ષકોની ભારે લાલીયાવાડી સામે આવવા પામી છે. આજે સવારે શાળામાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચી ગયા હતા. પરંતુ શિક્ષકો નહી આવતા તેઓ બહાર…

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા કરજણ-મીયાગામની કુમાર શાળામાં શિક્ષકોની ભારે લાલીયાવાડી સામે આવવા પામી છે. આજે સવારે શાળામાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચી ગયા હતા. પરંતુ શિક્ષકો નહી આવતા તેઓ બહાર ફરતા હતા. આ અંગે સ્થાનિક જાગૃત નાગરિકે પુછ્યું તો શિક્ષકો આવ્યા નહી હોવાનું કારણ જાણવા મળ્યું હતું. આખરે આ મામલે સ્થાનિકો દ્વારા શાળામાં હાજર શિક્ષકોનો ઉઘડો લેવામાં આવ્યો હતો. અને મોડા અથવા અનિયમીત આવતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી.

લાલીયાવાડી પર ધ્યાન આપવાવાળું કોઇ નથી

સરકાર દ્વારા શાળા પ્રવોસોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ તે બાદ શાળાઓમાં ચાલતી લાલીયાવાડી પર ધ્યાન આપવાવાળું કોઇ હોતું નથી. આજે આવી જ એક ઘટના સામે આવવા પામી છે. આજે વડોદરા પાસે આવેલા કરજણ-મીયાગામની કુમાર શાળાના બાળકો શાળાના સમયે બહાર જોવા મળ્યા હતા. જે અંગે તેમને પુછતા શિક્ષકો ગેરહાજર હોવાનું કારણ સામે આવ્યું હતું. આખરે આ મામલે સ્થાનિકો દ્વારા શાળામાં હાજર અન્ય શિક્ષકોનો ઉઘડો લેવામાં આવ્યો હતો. અને ગેરહાજર તથા અનિયમીત રહેતા શિક્ષકો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી.

શિક્ષકો કલાક-અડધો કલાક મોડા આવે છે

સ્થાનિકના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે મિયાગામ કુમાર અને કન્યા શાળાની મુલાકાત લેતા ત્યાં બાળકો બહાર ફરતા હતા. તેમને આ અંગેનું કારણ પુછતા તેમણે કહ્યું કે, અમારા શિક્ષકો હજી આવ્યા નથી. અમે અંદર ગયા તો, ત્રણ શિક્ષકો ગેરહાજર હતા, અને બીજા પાંચ શિક્ષકો હતા. અમને તેમને પુછ્યું કે, બીજા શિક્ષકો ક્યાં છે. તો તેમણે કહ્યું કે, તેઓ માસીક સીએલ પર છે. જે બાદ બાળકોને પુછતા તેમણે કહ્યું કે, આવું નિયમીત ચાલતું આવે છે. શિક્ષકો કલાક-અડધો કલાક મોડા આવે છે. અમે જિલ્લા શિક્ષણ અધિકારી સમિતિને જાણ કરીએ છીએ કે, આ મામલે ઘટતી કાર્યવાહી કરે. જે શિક્ષકો અનિયમિત છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો — VADODARA : પૂર જેવી સ્થિતીમાં પણ ખનીજ માફીયાઓના હોંસલા બુલંદ

Whatsapp share
facebook twitter