+

VADODARA : BJP કોર્પોરેટર બગડ્યા, કહ્યું “નિર્ણય તમે કરો, પણ અમારી રાય તો લો”

VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકાની (VADODARA – VMC) સભા મળી હતી. જેમાં વિવિધ વિસ્તારોના કોર્પોરેટર દ્વારા તેમના પ્રશ્નો મુકવામાં આવ્યા હતા. આ તકે શહેરના વોર્ડ નં – 19 ના ભાજપના…

VADODARA : તાજેતરમાં વડોદરા પાલિકાની (VADODARA – VMC) સભા મળી હતી. જેમાં વિવિધ વિસ્તારોના કોર્પોરેટર દ્વારા તેમના પ્રશ્નો મુકવામાં આવ્યા હતા. આ તકે શહેરના વોર્ડ નં – 19 ના ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલે બળાપો કાઢ્યો હતો. અને કહ્યું કે, સ્ટેન્ડિંગના લોકો જ વડોદરામાં કામગીરી કરવા માટે નથી. તમામ કાઉન્સિલરો કામ કરવા માટે છે, અમે એવું નથી કહેતા કે, અમે નિર્ણાયક માણસો છીએ. અમારી રાય તો લેવી જ જોઇએ.

સવાલો ઉઠાવ્યા

વડોદરા કોર્પોરેશનમાં પાલિકાના કોર્પોરેટર દ્વારા મુકવામાં આવેલા કામોમાં વિલંબ થતો હોવાની બુમો ઉઠવા પામી છે. જેને લઇને હવે કોર્પોરેટલ ખુલીને સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળેલી પાલિકાની સભામાં ભાજપના જ કોર્પોરેટરે અણિયારા સવાલો ઉઠાવ્યા છે.

15 મિનિટ સુધી રોડ ક્રોસ નહી કરી શકો

ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ (BJP CORPORATOR GHANSHAYAM PATEL) મીડિયાને જણાવે છે કે, ઉગ્ર સ્વરૂપ એવું કંઇ નથી, મારો અવાજ કુદરતી રીતે જ મોટો છે. એક વસ્તુ નક્કી છે, ત્રણ વર્ષ થયા સુશેનનો રોડ જે ચાલુ થયેલો હતો. તે બંધ કરી દીધો હતો. ત્યાર બાદ આ લોકો કહ્યા જ કરે છે મંજુરી માટે મુક્યો છે. ત્યાર પછી પૂર્વની અંદર પણ ત્રણ-ચાર બ્રિજનું ખાતમૂહુર્ત કરી કામ શરૂ કરવાના છે. તો અમારા ભણી પણ કામ તો કરવાનું છે ને. આખા વડોદરામાં તમે સરવે કરવા જાઓ, સુશેન રોડ પર ટ્રાફીક કોઇના પણ કરતા એક ટકા પણ ઓછો આવે તો તમારે કહેવું જોઇએ. જરૂરી છે, તમે જાઓ તો 15 મિનિટ સુધી રોડ ક્રોસ નહી કરી શકો. અમે લોકો ત્યાંના કાઉન્સિલર છીએ, ત્યાંના લોકો અમને કહેવા આવે છે, આ બ્રિજનું શું કર્યું !

અચાનક કહ્યું કે આ બંધ રાખો

વધુમાં તેમણે જણાવ્યું કે, મારા વોર્ડમાં જે કામો લીધા, સ્ટેન્ડિંગ પર મુકાયા, અમારે ત્યાં વરસાદી ગટર મંજૂર કરી, કામ ચાલુ કર્યું, અને પછી અચાનક કહ્યું કે આ બંધ રાખો, કારણકે અમારે ગ્રેવીટી લાઇન નાંખવાની છે. ગ્રેવીટી લાઇનનું ટેન્ડર આવ્યું હોય, અને ચર્ચા થતી હોય ત્યારે આ લોકો રીનોવેટ કરી દે. વરસાદી ગટરનું જેને વર્ક ઓર્ડર આપ્યો છે, જેનું અધુરુ કામ થઇ ગયું છે. તો એ કામ બંધ રાખવાનું, કારણકે તે ઉપર નાંખવાનું છે, અને ગ્રેવીટી લાઇન તેની 4 – 6 મીટર નીચે નાંખવાની છે. તેમનું કહેવું છે કે, અમારી પાસે જગ્યા ઓછી છે. પાંચેક મીટર જેટલી જગ્યા છે. તેમાં બે કામ કરવાના છે. હવે તેમાં રીનોવેટ કરી દીધુ, તો વરસાદી કામ નહી કરવાનું ! કામ તો કરવું પડે, ચોમાસું આવી રહ્યું છે.

સમય વિતી જાય છે

વધુમાં તેમણે ઉમેર્યું કે, 12 માં મહિનામાં વર્ક ઓર્ડર આપી દીધો હતો, આ નાનકડા મિસ્ટેકના કારણે આ લોકો કહે છે કે ભાવ વધારો હતો. અને આ લોકો ભાવ વધારો નહી આવે, તે લોકો પાસે કોઇ ગેરીંટી છે. વધારો આવશે તો શું કરશે. મારે ત્યાં આખા વડોદરા શહેરમાં જોવા જઇએ તો ટ્રી ગાર્ડનો ઇજારો નથી. ચોમાસુ આવી રહ્યું છે, પાંચમાં મહીનામાં ટ્રી ગાર્ડ આપી દેવાના હોય ત્યારે અમે કાગળ લખીએ છીએ. તેઓ કહે છે કે, ટ્રી ગાર્ડને ઇજારો નથી આવ્યો, આરસીસી રોડનો ઇજારો નથી. બે-બે વખત રીનોવેટ થાય. આમ છ મહિના જેટલો સમય વિતી જાય છે. અમે લખેલું સુચન પાછું આવે, પછી કહે છે કે નવું વર્ષ આવે છે ફરીથી લખીને આપો. અમે લખીએ છીએ ત્યારે ઇજારા નથી હોતા, ઇજારા આવે છે ત્યારે ભાવ વધારો આવી ગયો છે ફરી એસ્ટીમેટ બનાવવું પડશે.

નિર્ણય તમે કરો

આખરમાં તેમણે જણાવ્યું કે, સ્ટેન્ડિંગના લોકો જ વડોદરામાં કામગીરી કરવા માટે નથી. તમામ કાઉન્સિલરો કામ કરવા માટે છે, અમે એવું નથી કહેતા કે, અમે નિર્ણાયક માણસો છીએ. અમારી રાય તો લેવી જ જોઇએ. નિર્ણય તમે કરો, અમારી રાય તો લેવી જોઇએ.

આ પણ વાંચો — VADODARA : વધુ એક BJP MLA અધિકારીઓ સામે મેદાને, કહ્યું, “તેમને ખુલ્લા પાડો”

Whatsapp share
facebook twitter