+

Ahmedabad: બેંકના લોકર પણ સુરક્ષિત નથી, મહિલાના 34.18 લાખના દાગીના સહિત રોકડની ચોરી

Ahmedabad: ગુજરાતમાં અત્યારે ચોરીની ઘટનાઓ ક્યાક વધતી જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મોટા ભાગે ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી થતી હતી. જેથી લોકો બેન્ક…

Ahmedabad: ગુજરાતમાં અત્યારે ચોરીની ઘટનાઓ ક્યાક વધતી જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મોટા ભાગે ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી થતી હતી. જેથી લોકો બેન્ક લોકરના સહારે આવ્યા છે, પરંતુ હવે એ બેંકના લોકર પણ સલામત રહ્યા નથી. કારણકે, અત્યારે બેંકની લોકરોમાં પણ ચોરીઓ થવા લાગી છે. અમદાવાદ (Ahmedabad)ના નારણપૂરા ખાતે આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાંથી વૃધ્ધાના 34.18 લાખના દાગીના અને રોકડની ચોરી થઈ છે.

લોકર ખોલ્યું તો પૈસા અને દાગીના ગાયબ હતા

વિગતે વાત કરવામાં આવે તો, મહિલા જ્યારે બેન્ક ખાતે લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા ત્યારે બેન્ક કર્મચારી પણ સાથે હતો. જ્યારે લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું, તેમાંથી રોકડ અને દાગીના ગાયબ જોવા મળ્યા હતા. જેથી બેન્ક ખાતે પણ એક અરજી આપી અને તેમાં કોઈ કાર્યવાહી ન કરાતા નારણપુરા પોલીસ મથકે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

34.18 લાખ દાગીના અને રોકડ ચોરી થઈ

અમદાવાદ (Ahmedabad)ના નારણપુરા આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાં વૃદ્ધ મહિલાના લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતી. વૃદ્ધા દીકરાના લગ્ન માટે દાગીના લેવા આવ્યા ત્યારે લોકર ખુલ્લી હાલતમાં હતું.લોકરમાંથી કુલ 34.18 લાખ દાગીના અને રોકડ ચોરી થઈ છે જે મામલે વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડીયન બેંકની અંકુર બ્રાન્ચના બેન્ક લોકર છે. બેન્ક લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે.

પોલીસે બેન્ક ખાતે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી

નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી 15 મેના રોજ બેન્કમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા.બેન્ક લોકરના ઇન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહે છે. હાલ તો નારાણપુર પોલીસે બેન્ક ખાતે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેન્ક લોકર અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે લોક ખોલવામાં આવ્યું કે તેને તોડી નાખવામાં આવ્યું છે.

અહેવાલઃ પ્રદીપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Rain Gujarat: જાણો ક્યાં તાલુકામાં કેટલા ઈંચ વરસાદ નોંધાયો, આ રહ્યો આંકડો

આ પણ વાંચો: Navsari: ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનું ભેળસેળ વાળું ઘી ઝડપાયું

આ પણ વાંચો: Rajkot પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂનો જથ્થો ઝડ્યો

Whatsapp share
facebook twitter