+

Al Doll : ચીનની કંપની AI સંચાલિત SEX Doll ટૂંક સમયમાં કરશે લોન્ચ

Al Doll : માનવીય સર્જનાત્મક્તાએ જીવવાના પ્રાથમિક સાધનો અને સ્માર્ટફોન સહિત વિવિધ ટેકનોલોજીના વિકાસને પ્રેરિત કર્યો છે ત્યારે ચીનમાં શેન્ઝેન સ્થિત સ્ટારપેરી ટેક્નૉલૉજી કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત SEX Doll…

Al Doll : માનવીય સર્જનાત્મક્તાએ જીવવાના પ્રાથમિક સાધનો અને સ્માર્ટફોન સહિત વિવિધ ટેકનોલોજીના વિકાસને પ્રેરિત કર્યો છે ત્યારે ચીનમાં શેન્ઝેન સ્થિત સ્ટારપેરી ટેક્નૉલૉજી કંપની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત SEX Doll તૈયાર કરી રહી છે જેનું પ્રોટોટાઇપ ઑગસ્ટમાં લૉન્ચ થવાની ધારણા છે. આ કંપની જે SEX Doll તૈયાર કરશે એ મૌખિક અને શારીરિક રીતે વાતચીત કરવામાં સક્ષમ હશે અને એની પાસે વિવિધ ભાષાઓનું જ્ઞાન પણ હશે. આ કંપની આગલી પેઢીને ધ્યાનમાં રાખીને સેક્સ ડૉલ તૈયાર કરશે. હાલમાં જે સેક્સ-ડૉલ માર્કેટમાં ઉપલબ્ધ છે એમાં સીમિત કાર્યક્ષમતા છે

 

ભાવનાત્મક બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે

નવી AI સંચાલિત SEX Doll વધુ આકર્ષક અનુભવ આપવાનું લક્ષ્ય રાખે છે. એમાં એવાં સેન્સર હશે જે સામાન્ય વાતચીતથી લઈને ભાવનાત્મક બાબતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સેક્સ ડૉલ હાવભાવ અને સંવાદ બેઉમાં પ્રતિક્રિયા આપે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહી છે. જોકે એ માટે ઘણા પડકાર છે.કારણ કે સામાન્ય વાતચીત સરળ હોય છે. પણ તેને ઇન્ટરઍક્ટિવ બનાવવા માટે ખાસ સૉફ્ટવેર કંપનીઓ દ્વારા જટિલ મૉડલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. AI સંચાલિત સેક્સ ડૉલની સફળતા સંભવિત રૂપે ન માત્ર સેક્સ ડૉલના બજારને બદલશે પણ આપણે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ એથી પાર્ટનરની આપણી સામાન્ય સમજણને પણ એ બદલી શકે એમ છે. આ સેક્સ ડૉલ પુરુષ અને સ્ત્રી એમ બેઉ રૂપમાં ઉપલબ્ધ હશે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે AI સંચાલિત સેક્સ ડૉલની માગણીમાં ભવિષ્યમાં ઉછાળો આવશે. જોકે આ પ્રાથમિક અંદાજ છે. આવી ટેક્નૉલૉજી તૈયાર કરવામાં સાવધાની રાખવી જરૂરી છે

મહિલા અને પુરુષ તરીકે અત્યાધુનિક સેક્સ ડોલ ટૂંક સમયમાં  બજારમાં  જેવા મળશે

ચીની વૈજ્ઞાાનિકો અને એન્જિનીયરો નૈતિક અને ટેકનીકલ પડકરો છતાં વપરાશકાર સાથે સંવાદ કરી શકે તેવા Al આધારિત સાથીદારો રચવા ચેટજીપીટી જેવી ટેકનોલોજીને સેક્સ રોબોટ સાથે સાંકળી રહ્યા છે. શેનઝેનમાં અગ્રણી સેક્સ ડોલ ઉત્પાદક સ્ટારપેરી ટેકનોલોજી તેના ઉત્પાદનોમાં Al ને સાંકળીને પોતાના વિશાળ બહુ ભાષીય મોડલ બનાવી રહ્યું છે. મહિલા અને પુરુષ તરીકે મળતી આ અત્યાધુનિક સેક્સ ડોલ ટૂંક સમયમાં જ બજારમાં મળતી થઈ જશે.

સેક્સ ડોલ ઉત્પાદક કંપની વપરાશકારો સાથે શાબ્દિક અને શારીરિક બંને રીતે સંપર્ક કરી શકે તેવી આધુનિક સેક્સ ડોલનું નિર્માણ કરી રહ્યા છીએ. તેના પ્રોટોટાઈપ ઓગસ્ટ સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. જો કે તેમણે કબૂલ કર્યું હતું કે આ બાબતમાં હજી પણ નોંધપાત્ર ટેકનોલોજી સંબંધિત પડકારો રહેલા છે, ખાસ કરીને વાસ્તિવક માનવીય સંપર્ક રચવાની બાબતમાં મુશ્કેલી જણાઈ રહી છે. મૂળભૂત સંવાદ સીધા અને સરળ હોય છે પણ સૂક્ષ્મ ઈન્ટરએક્ટિવ પ્રતિભાવો માટે વિશિષ્ટ સોફ્ટવેર કંપનીઓ દ્વારા વિક્સાવાયેલા જટિલ મોડલની જરૂર પડે છે.

આ પણ  વાંચો  – આવા સંકેત મળે તો થઈ જાઓ સાવધાન, નહીં તો AC માં થશે બ્લાસ્ટ!

આ પણ  વાંચો  X Live streaming: વધુ એક મોટો ફેરફાર X.com માં, હવે X પર લાઇવસ્ટ્રીમ માટે સબ્સ્ક્રિપ્શન અનિવાર્ય

આ પણ  વાંચો  – Unknown Calls: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે નહીં આવે ફેક કોલ કે મેસેજ

Whatsapp share
facebook twitter