+

VADODARA : વકીલ મંડળનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા હાહાકાર

VADODARA : વડોદરા વકીલ મંડળ (VADODARA BAR ASSOCIATION) નું બેંક ખાતુ ફ્રીઝ (BANK ACCOUNT FREEZE) કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. વડોદરા…

VADODARA : વડોદરા વકીલ મંડળ (VADODARA BAR ASSOCIATION) નું બેંક ખાતુ ફ્રીઝ (BANK ACCOUNT FREEZE) કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને ચકચાર મચી જવા પામી છે. વડોદરા વકીલ મંડળ દ્વારા વિતેલા 5 વર્ષોમાં કરોડો રૂપિયાના વ્યવહાર થયા હતા. તે પૈકી રૂ. 50 લાખથી વધુની રોકડ જમા કરાવી તેમાંથી મોટો ભાગ ઉપાડવા અંગે ઇન્કમટેક્સ વિભાગ (INCOME TAX DEPARTMENT) દ્વારા વારંવાર નોટીસ પાઠવવામાં આવી હતી. બાદમાં વડોદરા વકીલ મંડળનું બેંક ખાતુ સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સિલસિલો ફેબ્રુઆરી – 2023 માં સામે આવ્યો

સુત્રોના જણાવ્યા પ્રમાણે, કોરોના કાળ દરમિયાન વડોદરા વકીલ મંડળના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહાર થયા હતા. દરમિયાન મોટા વ્યવહાર પૈકી એકમાં રૂ. 50 લાખથી વધુની રકમની રોકડ ભરપાઇ કરવામાં આવી હતી. તેના પર વ્યાજની ચુકવણી અને ટીડીએસ કપાત પણ થઇ હતી. તે પૈકીની મોટી રકમને ઉપાડી પણ લેવામાં આવી હતી. જેને લઇને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી. આ સિલસિલો ફેબ્રુઆરી – 2023 માં સામે આવ્યો હતો.

ઓનલાઇન પેમેન્ટમાં મુશ્કેલી

સુત્રોના જણાવ્યા અનુસાર, આ નોટીસો મળ્યા બાદ પણ કોઇ ખુલાસો આપવામાં નહિ આવતા માર્ચ માસમાં કલમ 148 મુજબની નોટીસ પાઠવવામાં આવી હતી. અને 30 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું. જે બાદ તાજેતરમાં વડોદરા વકીલ મંડળનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને હવે ઓનલાઇન પેમેન્ટમાં મુશ્કેલી પડી રહી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

રોકડ વ્યવહાર શરૂ કરવો પડ્યો

વડોદરા વકીલ મંડળના સભ્ય વિરાજ ઠક્કર દ્વારા ઇન્કમટેક્સ વિભાગની નોટીસ સામે જવાબ આપવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જો તેમ કરવામાં ન આવે તો તેના ભયસ્થાનો પણ તેમણે જણાવ્યા હતા. છતાં આજે બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા વકીલ મંડળમાં 4 હજાર સભ્યો નોંધાયેલા છે. વકીલો અને પક્ષકારો પાસેથી વેલફેર ટિકિટ, સભ્ય ફી સહિતના નાણાની અત્યાર સુધી ઓનલાઇન ભરપાઇ કરાવવામાં આવતી હતી. પરંતુ હવે ક્યુઆર કોડ હટાવીને રોકડ વ્યવહાર શરૂ કરવો પડ્યો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે જરૂરી પુરાવા આપીને બેંક એકાઉન્ટને પુન: જલ્દી શરૂ કરવામાં આવે તેવો વકીલોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો —VADODARA : પશુઓ માટે મુકેલુ દાણ મરધા ખાવા પહોંચ્યા, પછી….

Whatsapp share
facebook twitter