+

VADODARA : ફેસબુક પરથી શરૂ થયેલા પ્રેમ પ્રકરણે તો ભારે કરી !

VADODARA : વડોદરા (VADODARA) માં ફેસબુક (FACEBOOK) થી શરૂ થયેલા પ્રેમ પ્રકરણમાં ભારે ભાંજગડ થયા બાદ મામલે મહિલા હેલ્પ લાઇન અભયમ સુધી પહોંચ્યો હતો. આખરે અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરીને…

VADODARA : વડોદરા (VADODARA) માં ફેસબુક (FACEBOOK) થી શરૂ થયેલા પ્રેમ પ્રકરણમાં ભારે ભાંજગડ થયા બાદ મામલે મહિલા હેલ્પ લાઇન અભયમ સુધી પહોંચ્યો હતો. આખરે અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરીને મામલે થાળે પાડ્યો હતો. સાથે જ સમાધાન કરાવ્યું હતું.

ફેબસુક પરથી યુવકના પ્રેમમાં પડી

તાજેતરમાં મહિલા હેલ્પ લાઇન અભયમમાં ફોન આવ્યો હતો. જેમાં પીડિતાના માતા જણાવે છે કે, મારી દિકરીની ઉંમર 16 વર્ષ છે, તેને 23 વર્ષના છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. કોલ મળ્યા બાદ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને સ્થિતી જાણવાનો પ્રસાય કર્યો હતો. તેવામાં ધ્યાને આવ્યું કે, મહિલાની દિકરી ફેબસુક પરથી ગામમાં રહેતા યુવક સાથે પ્રેમમાં પડી છે. યુવક અલગ જ્ઞાતિનો છે. દિકરીની ઉંમર માત્ર 16 વર્ષ છે, તે નાની છે, અને લગ્નની જીદે ચઢી છે. તાજેતરમાં તે છોકરાના ઘરે રહેવા પણ ગઇ હતી. તેને બોલાવીએ તો મરી જવાની ધમકી આપે છે.

દિકરી અને છોકરા બંનેને બોલાવ્યા

મહિલાનો પુત્ર અગાઉ ફાંસો ખાઇને મરી ચુક્યો છે. મહિલાનો એકમાત્ર સહારો તેમની દિકરી છે. તે તેમને હેરાન કરે છે, સાથે જ ધમકીઓ પણ આપે છે. અભયમની ટીમે દિકરી અને છોકરા બંનેને બોલાવ્યા હતા. અને સમજાવ્યા કે, બંનેની ઉંમર નાની છે. લગ્ન કરવાની ઉંમર થશે, ત્યારે માતા-પિતા ગમતા પાત્ર સાથે લગ્ન કરાવી જ આપશે. હાલ તમે અભ્યાસમાં ધ્યાન આપો.

દિકરીને માતાને સોંપી

સાથે જ છોકરાને પોક્સો સહિતના કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ અપહરણ વિશે પણ તેને ઝીણવટભરી વિગતોથી માહિતગાર કરવામાં આવ્યો હતો. જે બાદ તેણે દિકરીને તેની માતાને સોંપી દીધી હતી. અને છોકરીએ આવી ભૂલનું પુનરાવર્તન નહિ કરવા અંગે જણાવ્યું હતું. આમ, અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ થકી માતાનો એકમાત્ર સહારો તેવી દિકરીને પરત અપાવી હતી. સાથે જ યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ પણ વાંચો — VADODARA : સરકારી બસના ડ્રાઇવરના ચાલવાના ય ઠેકાણા ન હતા

Whatsapp share
facebook twitter