+

સ્વામી જનાર્દન પર બાળકના માતા-પિતાનો ગંભીર આરોપ, કહ્યું અમારા દીકરા સાથે..!

Swaminarayan School Student: કહેવાય છે કે કોઈ પણ ક્ષેત્રેના જ્ઞાનનો મહારથી બનવો હોય તો, મનુષ્યએ તે નિશ્ચિત વિષયને લઈ એક ગુરૂની ઉપાસના કરવી પડી છે. ત્યારે ભારત (India) જેવા પ્રાચીન…

Swaminarayan School Student: કહેવાય છે કે કોઈ પણ ક્ષેત્રેના જ્ઞાનનો મહારથી બનવો હોય તો, મનુષ્યએ તે નિશ્ચિત વિષયને લઈ એક ગુરૂની ઉપાસના કરવી પડી છે. ત્યારે ભારત (India) જેવા પ્રાચીન સંસ્ક્રૃતિ સાથે સંલગ્ન દેશમાં જ્ઞાન અને ગુરૂનો વાત્સલ્ય અનેરો હોય છે. આજના આધુનિક જમાનામાં પણ ભારત (India) ની અંદર માતા-પિતા દ્વારા ગુરૂકુળમાં પોતાના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે મૂકવામાં આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ગુજરાતના ગીર-સોમનાથ (Gir-Somnath) જિલ્લામાં ગુરૂ શિક્ષા પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે.

  • સ્વામી નારાયણ ગુરૂકુળ પર પરિવારજનોનો ગંભીર આક્ષેપ

  • બાળકે પરિવાર પાસે જવાનું ના પાડે છે

  • બાળકનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું

મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ (Gir-Somnath) માં રહેતા એક પરિવારે પોતાના બાળકના ઉજવણ ભવિષ્ય માટે મોટા સમછિયાળા ગામે આવેલી સ્વામી નારાયણ ગુરૂકુળ (Swaminarayan School) માં ભરતી કરાવી હતી. ત્યારે આ બાળક સ્વામી નારાયણ ગુરૂકુળ (Swaminarayan School) માં આવેલા સ્વામી જનાર્દનની છત્રછાયામાં રહેતો હતો. પરંતુ તાજેતરમાં જ્યારે માતા-પિતા બાળકને ઉનાળા વેકેશમાં પોતાની સાથે ઘરે લઈ જવા માટે આવ્યા હતા. ત્યારે ઘસીને ના પાડી દીધી હતી.

આ પણ વાંચો: AMTS Bus : અમદાવાદીઓ આનંદો..! શહેરમાં આ દિવસથી દોડતી થશે AMTS ની નવીનકોર AC બસ

બાળકે પરિવાર પાસે જવાનું ના પાડે છે

તે ઉપરાંત આવા બનાવો અનેકવાર બનેલા છે. આ પહેલા પણ જ્યારે બાળક ગુરૂકુળ (Swaminarayan School) માં રજાનો સમયગાળો ચાલતો હોય, ત્યારે ઘરે આવે ત્યારે સ્વામી જનાર્દન પાસે જવું છે, તેવું રટણ લગાવતો રહેતો હોય છે. તેની સાથે જ્યારે પણ માતા-પિતા ગુરૂકુળે (Swaminarayan School) બાળકેને ઘરે લઈ જવા માટે આવે છે. ત્યારે તે ઘરે નથી આવવું કહીને માતા-પિતાની સાથે (Swaminarayan School) ઝઘડે છે. પરંતુ જો ઘરે બાળક આવી જાય તો તે ઘરનું જમવાનું ટાળતો હોય છે.

આ પણ વાંચો: VADODARA : VMC ચેરમેનના ડ્રાઇવરને BJP કોર્પોરેટરે લાફો માર્યો, કહ્યું “તેની ભાષામાં જવાબ આપ્યો”

બાળકનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું

ત્યારે આ ઘટનાને પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે. પરિવારે સ્વામી નારાયણ ગુરૂકુળ (Swaminarayan School) પર સ્વામી જનાર્દન પર ગંભીર આક્ષેપો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે, તેમના વ્હાલસોયા બાળકનું સ્વામી નારાયણ સંકુલ (Swaminarayan School) અને સ્વામી જનાર્દન દ્વારા કોઈ વિદ્યાના મારફતે બ્રેઈન વોશ કરી નાખ્યું છે. જોકે આ મામલે પરિવારજનો દ્વારા સંકુલ (Swaminarayan School) ના પ્રિનસિપાલ સાથે વાત કરવામાં આવી હતી. પરંતુ આ મામલો તેમણે નજરઅંદાજ કરી દીધો હતો.

આ પણ વાંચો: Surat : સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરમાં થાય છે બ્રેઇનવોશ ? પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

Whatsapp share
facebook twitter