+

Havan -હિંદુ ધર્મમાં અગત્યની વિધિ

હિન્દુ ધર્મમાં હવન(Havan)ને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી આધ્યાત્મિક ક્રિયા ગણવામાં આવે છે. હવન, જેને યજ્ઞ કે અગ્નિહોત્ર પણ કહે છે, તે દેવોને આહુતિ આપવાની એક પ્રાચીન હિન્દુ રીત છે.…

હિન્દુ ધર્મમાં હવન(Havan)ને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી આધ્યાત્મિક ક્રિયા ગણવામાં આવે છે. હવન, જેને યજ્ઞ કે અગ્નિહોત્ર પણ કહે છે, તે દેવોને આહુતિ આપવાની એક પ્રાચીન હિન્દુ રીત છે. આ વિધિમાં પવિત્ર અગ્નિમાં વિવિધ સામગ્રીઓ જેમ કે ઘી, હળદર, સૂકો મેવો, ફળો અને સુગંધિત દ્રવ્યોની આહુતિ આપીને દેવતાઓની સામીપ્ય પ્રાપ્તિ અને આશીર્વાદ મેળવવામાં આવે છે.

હિન્દુઓનાં દરેક વિધિવિધાનમાં હવન

હવનનો ઉલ્લેખ વેદોમાં પણ મળી આવે છે, જેમ કે ઋગ્વેદ અને યજુર્વેદ. વેદિક કાળમાં હવનને યજ્ઞના રૂપમાં અનુષ્ઠાન કરવામાં આવતું, જેનો ઉદ્દેશ્ય દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હોતો. આધુનિક સમયમાં, હવન ઘણા ધાર્મિક અનુષ્ઠાનો, પારિવારિક શુભ પ્રસંગો અને તહેવારોમાં પણ કરવામાં આવે છે.

હવન-વૈદિક, પૌરાણિક, તાંત્રિક, સૂક્ષ્મ

હવન(Havan) અનેક પ્રકારથી કરવામાં આવે છે. જેમાં વૈદિક, પૌરાણિક, તાંત્રિક, સૂક્ષ્મ હવન મુખ્ય છે. કળિયુગમાં જયારે વ્યક્તિ પાસે સમય ઓછો હોય છે ત્યાં દૈનિક સૂક્ષ્મ હવન અત્યંત લાભદાયક છે, જે 15-20 મિનિટ માં પૂર્ણ થઇ જાય છે. જયારે તીવ્ર પ્રભાવ મેળવવા માટે તાંત્રિક હવન કરવામાં આવે છે. વૈદિક હવન માટે એની આરંભ થી અંત સુધી ની વિધિ શીખવી જરૂરી છે. જયારે પૌરાણિક (અગ્નિહોત્ર) હવન ની વિધિ અત્યંત સરળ છે.

પૂર્ણ ફળ મેળવવા માટે હવન, તર્પણ, માર્જન, દાન, દક્ષિણ, બ્રાહ્મણ ભોજન, કન્યા ભોજન

જયારે કોઈ પણ પ્રકારની સાધના કરવામાં આવે છે ત્યારે એ સાધના નું પૂર્ણ ફળ મેળવવા માટે હવન, તર્પણ, માર્જન, દાન, દક્ષિણ, બ્રાહ્મણ ભોજન, કન્યા ભોજન કરવું જરૂરી બને છે. હવન માટે બ્રાહ્મણ/પુરોહિત ની મદદ લેવામાં આવે છે, પણ જયારે ધન ની તકલીફ હોય છે ત્યારે હવન કરાવવું અત્યંત દુષ્કર બને છે. તથા કળિયુગ માં યોગ્ય બ્રાહ્મણ, પુરોહિત, સંસ્થા મળવી પણ અત્યંત મુશ્કિલ બને છે. ત્યાં વૈદિક પદ્ધતિ થી હવન કરવું અને કરાવવું પણ કઠિન છે.

એવામાં સ્વયં અગ્નિહોત્ર હવન, દૈનિક સૂક્ષ્મ હવન કે તંત્રોક્ત હવન શીખી ની સ્વયં કરવું એ હિતાવહ છે. જો કોઈને શરૂઆત કરવી હોય તો સૂક્ષ્મ હવન થી કરવું.

જો દૈનિક સૂક્ષ્મ હવન ના થાય તો કમ સે કમ અઠવાડિયે એક વાર કરવો. જો દર અઠવાડિયે ના થાય તો દર પંદર દિવસે કરવું. જો દર પંદર દિવસે ના થાય તો મહિને કમ સે કમ એક વાર અવશ્ય કરવો.

હવનથી કુળદેવી, કુળદેવતા, કુલભૈરવ અને પિતૃ પ્રસન્ન થાય

હવન(Havan)કરવાથી સૌ પ્રથમ આપણા ઘરના કુળદેવી, કુળદેવતા, કુલભૈરવ અને પિતૃ પ્રસન્ન થાય છે અને શક્તિશાળી બને છે. જે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા સામે ઘરના સર્વ સદસ્યો ને રક્ષણ આપે છે. તે પછી, નવગ્રહ પ્રસન્ન થાય છે. જેથી નવગ્રહ ના દરેક નકારાત્મક પ્રભાવ જીવન પર થી દૂર થાય છે. તે પછી, નક્ષત્ર પ્રસન્ન થાય છે. જેથી નક્ષત્ર ના દરેક નકારાત્મક પ્રભાવ જીવન પર થી દૂર થાય છે. એ પછી, દેવી-દેવતા પોતાના અંશ સ્વરૂપે આપણા ઘરના મંદિર માં સ્થાપિત થાય છે અને આપના જીવન માં ઉન્નતિ શરુ થાય છે.

આ પણ વાંચો- Badrinath Dham-કપાટ ખૂલતાં જ મળ્યો શુભસંકેત 

Whatsapp share
facebook twitter