+

KUTCH : રૂ.12 કરોડના ખર્ચે ખારી નદીનો વિકાસ કરાશે, વાંચો વિગતવાર

KUTCH : રાજ્યનો સૌથી મોટો જિલ્લો હવે પ્રવાસન ક્ષેત્રે રાજ્યમાં શિરમોર બની રહ્યો છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ ભુજમાં રોકાણ કરતા હોય છે. હાલે સ્મૃતિવન, હમીરસર તળાવ સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત…

KUTCH : રાજ્યનો સૌથી મોટો જિલ્લો હવે પ્રવાસન ક્ષેત્રે રાજ્યમાં શિરમોર બની રહ્યો છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ ભુજમાં રોકાણ કરતા હોય છે. હાલે સ્મૃતિવન, હમીરસર તળાવ સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે શહેરની ભાગોળે ખારી નદી (KHARI RIVER DEVELOPMENT – KUTCH) સ્મશાનગૃહ ખાતે ભુતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યા બાદ અહીં નિયમિત પણે ભાવિકોનો પ્રવાહ વધ્યો છે. ત્યારે આ સ્થળના ધાર્મિક મહત્વને ધ્યાને રાખી તેનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા દરખાસ્ત કરાઇ હતી. જે મંજુર થતા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા 12 કરોડની માતબર રકમના ખર્ચે ભુજમાં ખારી નદી ખાતે વિકાસ કાર્યો કરવામાં આવશે.

પ્રવાસનનું ‘પ્રથમ’ ધામ બની રહેશે

નાણા મંજુર થયા બાદ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેને મંજુરી મળી ગઇ છે. તેમજ આર્કિટેકની નિમણૂક થઈ છે.આગામી બે મહિનામાં ટેન્ડર-વર્ક ઓર્ડરની કામગીરી પૂર્ણ કરી 1 વર્ષમાં ખારી નદીના કાંઠે ભુજનો પ્રથમ રિવર ફ્રંટ અને ઉત્તર ગંગા નદી ઘાટ બનાવવાનું આયોજન છે.ઉલ્લેખનીય છે કે, આ સ્થળ ‘અંતિમ’ ધામ છે પણ આયોજન કહે છે પ્રવાસનનું ‘પ્રથમ’ ધામ બની રહેશે.

આકર્ષણો

  1. ઉત્તર ગંગાનદી પર ઘાટ
  2. બેસવાની વ્યવસ્થા
  3. આકર્ષક લાઇટિંગ
  4. તર્પણવિધિ માટે ઘાટ
  5. બેસવા માટે ગજેબા,પગથીયા,
  6. નદીના પૂર્વી દિશા તરફ પિચિંગનું કામ
  7. હેરીટેજ સ્મશાન ગૃહની વ્યવસ્થા
  8. ઉતારા માટે રૂમો
  9. ભોજનાલય
  10. સપ્તઋષિ આશ્રમ ખાતે વિકાસ કામ
  11. બીજા ફેઝમાં ઔષધ વન તરફ જવા માટે પુલ બનાવવામાં આવશે.

ભાગવતમાં પણ આ નદીનો ઉલ્લેખ

ભુજમાં આવેલી આ પવિત્ર ખારી નદીનો ભાગવતમાં પણ ઉલ્લેખ થયેલો છે ખારી નદી ઉત્તરવાહીની નદી છે.તેનું પાણી ઉત્તર તરફ જાય છે. અહીં ઋષિ પાંચમના મેળો ભરાય છે. આ સ્થળનો વિકાસ થતા કચ્છમાં પ્રથમ ઘાટ બનશે.

અહેવાલ – કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો — Porbandar : સુદામાપુરીમાં ભગવાન જગન્નાથને 100 વર્ષ જૂના રથમાં બિરાજમાન કરાયાં

Whatsapp share
facebook twitter