+

Rajkot હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Rajkot ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે પહોંચી એરપોર્ટ ક્રાઇમ બ્રાન્ચના PSI સહિતની ટીમોએ ચેકીંગ શરૂ કર્યું એરપોર્ટને ઉડાવી નાખવાની ધમકી મળતા સઘન ચેકીંગ કરાયું Rajkot: ભારતમાં અત્યારે છાસવારે આતંકી ધમકીઓ…
  1. Rajkot ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે પહોંચી એરપોર્ટ
  2. ક્રાઇમ બ્રાન્ચના PSI સહિતની ટીમોએ ચેકીંગ શરૂ કર્યું
  3. એરપોર્ટને ઉડાવી નાખવાની ધમકી મળતા સઘન ચેકીંગ કરાયું

Rajkot: ભારતમાં અત્યારે છાસવારે આતંકી ધમકીઓ મળી રહીં છે. સરકારી દફ્તરો અથવા સુરક્ષા બળો પાસેના ધમકીભર્યા લખાણો અથવા ઈમેઈલોએ ભયનો માહોલ સર્જો છે. અત્યારે ગુજરાતમાં કંઇક એવું જ બન્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, CISFને એક ઈમેલ મળ્યો છે, જેના કારણે એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. નોંધનીય છે કે, ઈમેલમાં વડોદરા અને રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મળતાની સાથે જ અધિકારીઓ એલર્ટ થઈ ગયા અને ત્વરિત ટર્મિનલ વિસ્તારની બોમ્બ અને ડોગ-સ્કવાડથી તપાસ કરવામાં આવી.

CISFની ઓળખ પરથી એક અજ્ઞાત વ્યક્તિએ ઈમેલ મોકલ્યો

આ મામલે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિત વિવિધ ટીમો કાર્યવાહી માટે સામેલ થઈ ગઈ છે. વડોદરા અને રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Hirasar International Airport) વિસ્તારમાં સુરક્ષા તપાસ કરવામાં આવી રહીં છે. શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે એરપોર્ટ ઓથોરિટીને CISFની ઓળખ પરથી એક અજ્ઞાત વ્યક્તિએ ઈમેલ મોકલ્યો હતો, વડોદરા અને રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઈમેલમાં લખ્યું હતું કે, “I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti.”

એરપોર્ટ ઓથોરિટીની સૂચનાનો આધારે ફરિયાદ નોંધાવી

બોમ્બની ધમકી મળ્યાની મેઈલની જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે પહોંચી ગયા અને બોમ્બ અને ડોગ-સ્કવાડથી ટર્મિનલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ કોઈ સંદિગ્ધ વસ્તુ અથવા ચીજ મળી નથી. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારનું કહેવું છે કે, આ ઈમેલ વડોદરા, રાજકોટ ઉપરાંત દેશના અન્ય એરપોર્ટ પર પણ મોકલવામાં આવ્યો હતો. વડોદરા પોલીસએ એરપોર્ટ ઓથોરિટીની સૂચનાનો આધારે ફરિયાદ નોંધાવી છે, પરંતુ આની તપાસ કેન્દ્રિય એજન્સીઓ અને એરપોર્ટ ઓથોરિટી પણ કરી રહી છે. જાણવું મહત્વપૂર્ણ છે કે કેટલાક મહિનાઓ પહેલાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ (Rajkot) સહિત દેશના 50 એરપોર્ટને પર એવો જ ઈમેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

Whatsapp share
facebook twitter