+

Jamnagar : ધ્રોલમાં મોડી રાતે ક્ષત્રિયો સાથે બેઠક બાદ પૂનમ માડમને હાશકારો! લેવાયો આ નિર્ણય

લોકસભાની ચૂંટણીના (Lok Sabha Election) મતદાન પહેલા નારાજ ચાલી રહેલા ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપ (BJP) એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. દરમિયાન, જામનગરમાંથી (Jamnagar) મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય…

લોકસભાની ચૂંટણીના (Lok Sabha Election) મતદાન પહેલા નારાજ ચાલી રહેલા ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપ (BJP) એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. દરમિયાન, જામનગરમાંથી (Jamnagar) મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય વિરોધની વધુ અસર વચ્ચે ભાજપના ઉમેદવાર પૂનમ માડમને રાહત મળી છે. ધ્રોલ પંથકના ક્ષત્રિયો સાથે મોડી રાત્રે થયેલ બેઠકમાં બીજેપીને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. જણાવી દઈએ કે, પૂનમ માડમની રેલી અને સભાનો સૌથી વધુ વિરોધ ધ્રોલમાં થયો હતો.

મતદાન પહેલા ભાજપના ઉમેદવાર પૂનમ માડમને (Poonam madam) મોટી રાહત મળી છે. કારણે કે, તાજેતરમાં ધ્રોલ પંથકમાં તેમની રેલી અને સભાનો ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે, મોડી રાતે વાગુદળ ગામે ધ્રોલ પંથકના ક્ષત્રિયો સાથે એક મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં જિલ્લા ક્ષત્રિય આંદોલન સમિતિના ગોવુભા ડાડા, કૃષિમંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel), પૂનમ માડમ (Poonam madam) સહિતના નેતાઓ અને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ક્ષત્રિયો (Kshatriya Samaj) ભાજપનો વિરોધ ન કરી સમર્થન આપશે. ચૂંટણી બાદ પણ ભાજપ સાથે શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે એ હેતુથી ક્ષત્રિયો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણય સાથે બેઠકનો સુખદ અંત આવ્યો હતો.

આજે જામનગરમાં PM મોદીની સભા

માહિતી મુજબ, આ બેઠકમાં ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના 10 ગામના સરપંચ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના (Jamnagar) પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધવાના છે. પીએમ મોદીની સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. PM ની (PM Narendra Modi) સભામાં અંદાજે 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે. ત્યારે પીએમની સભા પહેલા નારાજ ક્ષત્રિયોને મનાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – Rajkot : ગઈકાલે રૂપાલાએ પાટીદાર ઉદ્યોગપતિ, વેપારીઓ સાથે બેઠક કરી, આજે રાજવીઓની ચિંતન બેઠક!

આ પણ વાંચો – PM Modi : PM મોદી ગુજરાતના આ સ્થળે પર પ્રજાનું જીલશે અભિવાદન

આ પણ વાંચો – Gandhinagar : માણસામાં ક્ષત્રિયોનું મહાસંમેલન, આગેવાનોએ કરી આ ખાસ અપીલ!

Whatsapp share
facebook twitter