+

GONDAL : શૂરા ઓફિસરનું સુરસુરિયું, ત્રણ દુકાનનું સીલ કલાકોમાં ખોલવું પડ્યુ

GONDAL : રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને હવે અધિકારીઓ ઠેર ઠેર જઈને ફાયર સેફ્ટી ચકાસી રહ્યા છે તે વચ્ચે ગોંડલમાં ફાયર તંત્ર દ્વારા વાહલા દવલાની નીતિ…

GONDAL : રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને હવે અધિકારીઓ ઠેર ઠેર જઈને ફાયર સેફ્ટી ચકાસી રહ્યા છે તે વચ્ચે ગોંડલમાં ફાયર તંત્ર દ્વારા વાહલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. ફાયર ઓફિસર દ્વારા આડેધડ નોટિસો ફટકારવામાં આવે છે. આડેધડ કોમ્પ્લેક્ષને સીલ મારે છે. ત્યારે આજે જેલ ચોકમાં આવેલ સનસાઈન કોમ્પ્લેક્ષમાં ફાયર તંત્ર, મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવા પોહચ્યા હતા. પણ ફાયર ઓફીસરને સનસાઈન કોમ્પ્લેક્ષમાં ત્રીજા ફ્લોર પર આવેલ પટેલ કલાસિસના સંચાલકે ફાયર સેફટીનો વર્ક ઓર્ડર બતાવ્યો હતો. અને ધારદાર રજુઆત કરતા મોં નીચું કરી ભાગ્યા હતા.

તંત્ર અને દુકાનદારો વચ્ચે તું – તું, મેં – મેં સર્જાયું

જેલ ચોકમાં આવેલ સનસાઈન કોમ્પ્લેક્ષમાં ફાયર તંત્ર, મામલતદાર પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવા આવ્યા હતા જે દરમિયાન કોમ્પ્લેક્ષમાં ત્રીજા ફ્લોર પર આવેલ પટેલ કલાસિસના સંચાલકે ફાયર સેફટીનો વર્ક ઓર્ડર બતાવતા દુકાનદારો વચ્ચે તું – તું મેં – મેં સર્જાઈ હતી ફાયર સેફ્ટીનો ઓર્ડર બતાવ્યા છતાં ફાયર ઓફિસરે કાગળ પર ત્રણ જેટલી દુકાનો સીલ મારી હતી પરંતુ પછી ફરી થોડી કલાકો બાદ અચાનક જ ત્રણ દુકાનોને મારેલું સીલ ખોલી નાખવામાં આવ્યું હતું આમ શૂરા થઈને સીલ મારવા આવેલા ઓફિસરનું સુરસુરિયું થઈ ગયું હતું.

ફાયર ઓફિસર ના કારનામાં બહાર આવ્યા.

આ ઉપરાંત ફાયર ઓફિસરના કારનામા અહી રોકાતા નથી જે કોમ્પલક્ષનું સીલ ખુલ્લું કરવામાં આવ્યું તેમની સામે આવેલ એક મોલમાં અને કૈલાશ કોમ્પ્લેક્ષમાં એક કપડાંના શો રૂમમાં ફાયર સેફટીનું કામ ચાલુ હતું છતાં ત્યાં સીલ મારી દેવામાં આવ્યું હતું.

મહિલા કોલેજ ને નોટિસ આપવામાં આવી હતી

બીજી તરફ નગરપાલિકા સંચાલિત મહિલા કોલેજમાં ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી હતી પણ ત્યાં આજ દિન સુધી સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. નગરપાલિકા સંચાલિત હોવાથી સીલ નથી મારી કે અન્ય કોઈ કારણોસર એ પણ એક ચર્ચાનો મુદ્દો શહેરમાં ચર્ચાઈ રહ્યો છે.

ફાયર ઓફિસર પર ઉચ્ચ અધિકારીઓ તેમની કામગીરીની સમીક્ષા કરે છે કે કેમ તે જોવુ રહ્યું.

આ ઉપરાંત થોડા સમય પહેલા ટાઉન હોલ સામે આવેલ એક મોલમાં ફાયર સેફટીને લઈને સીલ મારવામાં આવ્યું હતું થોડા જ દિવસોમાં એ સીલ પણ ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. ફાયર ઓફિસરની આડેધડ સીલ મારવાની કામગીરીથી શહેરીજનો રોષે ભરાયા છે. ફાયર ઓફિસરના કારાનામાઓ હવે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યા છે અને તેમની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે હવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમની કામગીરીની સમીક્ષા કરે છે કે કેમ તે જોવુ રહ્યું.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો — વેકેશનમાં જાણીતા સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

Whatsapp share
facebook twitter