+

Bharuch: GNFC ટાઉનશીપ રોડ ઉપર ખાડાએ લીધો એકનો જીવ, 2 વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

Bharuch: ભરૂચની જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવક માર્ગ પર પટકાતા તેની ઉપર ટેમ્પાના ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત…

Bharuch: ભરૂચની જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવક માર્ગ પર પટકાતા તેની ઉપર ટેમ્પાના ટાયર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માર્ગ ઉપર પડેલો ખાડો બચાવવા જતા અકસ્માત સર્જાયો હોય પરંતુ 2 વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. નોંધનીય છે કે, અકસ્માતની ઘટનાને લઈને પંથકમાં ચર્ચાઓ થઈ રહીં છે.

માર્ગ અકસ્માતે અનેક લોકોના જીવનો ભોગ લીધો

ભરૂચ (Bharuch)ની નર્મદા ચોકડીથી લઈને એબીસી ચોકડી સુધીનો માર્ગ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. આ માર્ગ પર થતા અકસ્માતે અનેક લોકોના જીવના ભોગ લીધા છે. જેનું ઉદાહરણ સવારે થયેલા અકસ્માતે પુરવા કર્યું છે. જેમાં નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ પોતાની બાઈક ભરૂચ રેલવે સ્ટેશન મૂકી ટ્રેનમાં નવસારી નોકરી અર્થે જાય છે.

બાઈક ચાલક સાજીદ શેખનું ઘટના સ્થળે મોત

વધુમાં વાત કરવામાં આવે તો રાબેતા મુજબ નબીપુરથી સવારે નીકળ્યા હતા અને નર્મદા (Bharuch) ચોકડીથી જી.એન.એફ.સી. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બાઈક ચાલક રોડ પર પડેલો ખાડો બચાવવા જતા પાછળથી પુરપાટ ઝડપે આવેલ ટેમ્પાના ચાલકે બાઈક બાઈક ચાલક રોડ ઉપર પડતા હતા. તેની ઉપર ટેમ્પાનું ટાયર ફરી વળતાં બાઈક ચાલક સાજીદ શેખનું ઘટના સ્થળે મોત થયું હતું.

ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો મૂકી રફુચક્કર

ઘટનાની જાણ પોલીસને તથા પોલીસ પણ દોડી આવી હતી. અકસ્માતમાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો મૂકી રફુચક્કર થઈ ગયો હતો. જેના પગલે ટેમ્પો ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદએ જાતે ડ્રાઇવિંગ કરી રોડની સાઈડ ઉપર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: લ્યો બોલો! ફરી એકવાર બાલાજી કંપની વિવાદમાં સપડાઈ, વેફરના પેકેટમાંથી નીકળ્યો ઉંદર

આ પણ વાંચો: શાળામાં પાંગરી પ્રેમ કહાની, પોતાના મંગેતરને ભૂલી સંગીતના શિક્ષક સાથે રફુચક્કર થઈ શિક્ષિકા

આ પણ વાંચો: માસુમ લાગતા યુવકના કાળા કારનામા! Valsad LCB પોલીસે ઉકેલ્યો મોટો ચોરીનો ભેદ

Whatsapp share
facebook twitter