+

લ્યો બોલો! ફરી એકવાર બાલાજી કંપની વિવાદમાં સપડાઈ, વેફરના પેકેટમાંથી નીકળ્યો ઉંદર

Balaji: બાલાજી વેફરની કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફરી એકવાર બાલાજીની વેફરમાંથી ઉંદર નીકળ્યો છે. નોંધનીય છે કે, નમકીન કંપની બાલાજી (Balaji) પ્રખ્યાત કંપની છે, પરંતુ આવી રીતે બેદરકારી…

Balaji: બાલાજી વેફરની કંપની ફરી એકવાર ચર્ચામાં આવી છે. ફરી એકવાર બાલાજીની વેફરમાંથી ઉંદર નીકળ્યો છે. નોંધનીય છે કે, નમકીન કંપની બાલાજી (Balaji) પ્રખ્યાત કંપની છે, પરંતુ આવી રીતે બેદરકારી રાખવામાં આવતા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. અત્યારે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વેફરના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ વીડિયો અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના ગઢડા તાલુકામાં સાળંગપડા ગામમાં બની

કંપનીની ઘોર બેદરકારી સામે અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. મળતી જાણકારી પ્રમાણે બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા તાલુકામાં સાળંગપડા ગામમાં આ ઘટના બની છે. અહીં એક દીકરીએ દુકાન પરથી વેફર ખરીદ્યુ હતું, જ્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી ઉંદર નીકળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આવી ઘટના બનતા એક યુવાને તેનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

બાલાજી કંપની પર લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપો

નોંધનીય છે કે, આ કઈ પહેલી વાર નથી બન્યું કે કંપનીની બેદરકારી સામે આવી હોય! આ પહેલા પણ બાલાજી (Balaji)ની વેફરમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. જેને લઈએ કંપની પર લોકોએ ઘણા આક્ષેપો કર્યા હતા. કારણ કે , આટલી મોટી અને પ્રતિષ્ઠિત કંપની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કઈ રીતે કરી શકે? અત્યારે ફરી એકવાર આવી ઘટના બનતા કંપની સામે આનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે, એક જ મહિનામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી બે ઘટનાઓ બની છે.

બાલાજીના વેફરમાંથી નીકળ્યો હતો દેડકો

આ પહેલાની વિગતે વાત કરવામાં આવે તો જામનગરમાં એક ગ્રાહકે દુકાનમાંથી બાલાજી ક્રન્ચ નામની વેફર ખરીદી હતી. જોકે વેફરનું પેકેટ તોડ્યા બાદ તેમાંથી દેડકો નીકળ્યો હોવાની ઘટના બની હતી. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે, શું આ કંપની સાથે કોઈ આકરા પગલા લેવામાં આવશે કે કેમ? કે પછી આ ઘટનાને પણ પૈસાના ભાર નીચે દાબી દેવામાં આવશે? લોકોના સ્વાસ્થ્ય સાથે આખરે ક્યા સુધી ચેડા કરવામાં આવશે?

આ પણ વાંચો: શાળામાં પાંગરી પ્રેમ કહાની, પોતાના મંગેતરને ભૂલી સંગીતના શિક્ષક સાથે રફુચક્કર થઈ શિક્ષિકા

આ પણ વાંચો: માસુમ લાગતા યુવકના કાળા કારનામા! Valsad LCB પોલીસે ઉકેલ્યો મોટો ચોરીનો ભેદ

આ પણ વાંચો: Daman: સોશિયલ મીડિયામાં વાયરલ થવા બનાવી જોખમી રીલ, માંડ માંડ બચ્યો જીવ

Whatsapp share
facebook twitter