+

GONDAL : શ્રી અક્ષર મંદિરે ઠાકોરજીને કેરીનો ભવ્ય અન્નકૂટ અર્પણ

GONDAL : ઉનાળાના બળબળતા તાપમાં ફળોનો રાજા “કેરી” આપણા તન અને મનમાં અનેરી ઠંડક પ્રસરાવે છે. ઉનાળો પૂરો થવા આવ્યો છે અને ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે અહીંના શ્રી…

GONDAL : ઉનાળાના બળબળતા તાપમાં ફળોનો રાજા “કેરી” આપણા તન અને મનમાં અનેરી ઠંડક પ્રસરાવે છે. ઉનાળો પૂરો થવા આવ્યો છે અને ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે અહીંના શ્રી અક્ષર મંદિર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની ધામગમનતિથી નિમિતે ભગવાન સમક્ષ કેરીનો ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો છે.

૫૦ પ્રકારની કેરીઓ

આ આમ્ર અન્નકૂટમાં ઠાકોરજી પાસે વિવિધ પ્રકારની કેરી જેવી કે લંગડો, હાફૂસ, આમ્રપાલી, તોતાપુરી, દશેરી, વનરાજ, પાયરી, દાડમીયો, બદામ, રાજાપુરી, કરંજીયો, આમળી, નિલેશ્વરી, રત્નાગીરી હાફૂસ, દેશી, લાલબાગ, સોનપરી, પટારી, ગુલાબ વગેરે જેવી કુલ ૫૦ પ્રકારની કેરીઓ ધરાવવામાં આવી છે.

હરિભક્તોની વિશેષ ભીડ

અત્રે ઉલ્લેખનીય છે કે, આમ્ર અન્નકૂટ માટે કચ્છ, તાલાળા ગીર, વલસાડ, ૨ત્નાગીરી વગેરે પ્રદેશ માંથી કુલ ૧૫૦૦ કિલો કેરી ભગવાન સમક્ષ અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવી છે. આજે રવિવાર હોવાથી આમ્ર અન્નકૂટ ના દર્શન કરવા માટે સવારથી જ હરિભક્તોની વિશેષ ભીડ અક્ષર મંદિર ખાતે જોવા મળી રહી છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો — GONDAL : આશાપુરા ડેમમાં તણાતો યુવક બચાવાયો, મોકડ્રીલ સફળ

Whatsapp share
facebook twitter