+

AHMEDABAD : ગજબ થયું ! કુબેરનગર વોર્ડનો રોડ માત્ર 12 ફૂટ જ બચ્યો

AHMEDABAD : શહેર (AHMEDABAD) ના કુબેરનગર વોર્ડમાં આવેલ ભાર્ગવ રોડ, રોડ પરથી જ ગાયબ થઈ ગયો છે. જી હા, સાંભળીને નવાઈ લાગે પરંતુ 60 ફૂટ નો રોડ માત્ર 12 ફૂટનો…

AHMEDABAD : શહેર (AHMEDABAD) ના કુબેરનગર વોર્ડમાં આવેલ ભાર્ગવ રોડ, રોડ પરથી જ ગાયબ થઈ ગયો છે. જી હા, સાંભળીને નવાઈ લાગે પરંતુ 60 ફૂટ નો રોડ માત્ર 12 ફૂટનો રહી ગયો છે. ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ની ટીમ અહીં પહોંચી અને રિયાલિટી ચેક કરતા આ વાસ્તવિકતા સામે આવી.

ડિવાઇડર ને કારણે સમસ્યા વકરી

જી હા આ સત્ય છે અને પરિણામે જ ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાંથી દૂર થતી નથી. ભાર્ગવ રોડ પર 60 ફૂટ નો રોડ મૂકવામાં આવ્યો છે પરંતુ આસપાસના દબાણો અને વગર કામના ડિવાઇડર ને કારણે આ સમસ્યા વધુ વકરી છે. કારણ કે વાહનને ચલાવવા માટે રોડની સાઈઝ માત્ર 12 ફૂટ છે. અહીં એક વાહન પણ જો ઉભું રહી જાય તો પાછળ લાંબો ટ્રાફિક સર્જાય લોકોના હાલ બેહાલ થયા છે. બાર ફૂટના રોડને કારણે અહીં એએમટીએસ પણ આવતી નથી અને પરિણામે લોકોએ ઊંચા ભાડે રીક્ષા ની મુસાફરી કરવાનો વારો આવે છે.

મોટા ટ્રક અહીંથી પસાર થાય

સાંકડો રોડ અને તેમાં પણ ડિવાઇડર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા ડિવાઈડર માટેનો ખર્ચો પાડવામાં આવ્યો છે. તે ખર્ચો પ્રજા માટે નહીં પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના ખીસ્સા ગરમ થાય તે માટે. કારણ કે અહીં લોકોના મતે ડીવાઈડર ની જરૂર જ નથી રોડ એટલો સાંકડો છે કે જેના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે. અને તેમાં વચ્ચે ડિવાઈડર બનાવવામાં આવ્યા ત્યારે રોડ તો બચ્યો જ નથી. ઉપરાંત અહીં એરપોર્ટ કાર્ગો આવેલ છે જેના કારણે મોટા ટ્રક પણ અહીંથી પસાર થતા હોય છે અને તેના કારણે આ સાંકડા રોડ ભારે ટ્રાફિકનું કારણ બને છે. ઉપરાંત અહીંથી પસાર થતી ટ્રકો ને કારણે પાણીની લાઈનોમાં પણ વારે ઘડીએ ભંગાણ થાય છે અને કોર્પોરેશન થીગડા મારી કામ કર્યા હોવાનો અહેસાસ કરાવે છે. જો કે લોકો ના મતે તેમાં ફરીવાર ભંગાણ થતા વાર નથી લાગતી.

ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય

નિકુલસિંહ તોમર સ્થાનિક કોર્પોરેટર પણ સ્વીકારી રહ્યા છે કે રોડ ઘણો સાંકડો છે ડીવાઈડર ની જરૂર નથી અને અહી ટ્રાફિક સમસ્યા દિવસે વકરી રહી છે. રોજના આ રોડ પરથી હજારો વ્હિકલ પસાર થતા હોય છે ત્યારે 60 ફૂટનો રોડ 12 ફૂટનો થઈને રહી ગયો છે ત્યારે બાકીનો રોડ પ્રશાસનના પાપે ગાયબ થઈ ગયો છે તેવી લોકો બુમરાણો મચાવી રહ્યા છે. ત્યારે આ રોડ 60 ફૂટનો થાય અને અહીં ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય તેવી વાહન ચાલકોની માંગ છે.

અહેવાલ – સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો — AHMEDABAD : વટવામાં મહિલાનું ભરબપોરે ફિલ્મી સ્ટાઇલમાં કરાયું અપહરણ, બે દિવસ બાદ પણ અપહરણકર્તાની કોઈ ભાળ નહીં

Whatsapp share
facebook twitter