+

Jaincharya Video : મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં Video વાઇરલ! જૈન સંપ્રદાયને લાંછન લગાવવાનો પ્રયાસ!

સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય બાદ હવે જૈન સંપ્રદાયને લજવતો જૈનાચાર્યનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે, જેમાં જૈનાચાર્ચ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં (Jaincharya Video) જોવા મળે છે. આ કથિત વાઇરલ…

સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય બાદ હવે જૈન સંપ્રદાયને લજવતો જૈનાચાર્યનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે, જેમાં જૈનાચાર્ચ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં (Jaincharya Video) જોવા મળે છે. આ કથિત વાઇરલ વીડિયો પાલિતાણાનો અને ગત ચાતુર્માસ દરમિયાનનો હોવાની વાત સામે આવી છે. ભાવનગરનું પાલિતાણા જૈન સંપ્રદાયની અતિ પવિત્ર ભૂમિ છે. ત્યારે આ પ્રકારની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. ગુજરાત ફર્સ્ટ આ કથિત વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

જૈનાચાર્યનો કથિત વીડિયો વાઇરલ થતાં હડકંપ

તાજેતરમાં સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયને કલંકિત કરતા સ્વામીઓના કેટલાક અભદ્ર વીડિયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આવા લંપટ સ્વામીઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માગ કરી છે. ત્યારે, આ વચ્ચે જૈન સંપ્રદાયને લાંછન લગાવે એવી ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ (Jaincharya Video) થઈ રહ્યો છે, જેમાં જૈનાચાર્ય એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ કથિત વાયરલ વીડિયો પાલિતાણા અને ગત ચાતુર્માસ દરમિયાનનો હોવાની વાત સામે આવી છે. ગુજરાત ફર્સ્ટ આ કથિત વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

પવિત્ર જૈન સંપ્રદાયમાં આવી બદી પર કાર્યવાહી ક્યારે થશે ?

નોંધનીય છે કે, ભાવનગરનું પાલિતાણા જૈન સંપ્રદાયની અતિ પવિત્ર ભૂમિ છે અને ત્યાં આ પ્રકારની ઘટના બંને તે ખૂબ જ ચોંકાવનારું અને દુ:ખદ છે. જૈનાચાર્યનો કથિત વીડિયો સામે આવ્યા બાદ જૈન સંપ્રદાયનાં મોટા આચાર્યો આ અંગે તપાસ કરીને કડક પગલાં લે તેવી માગ ઊઠી છે. જૈન સમાજનાં ( Jain Samaj) લોકોનું કહેવું છે કે, પવિત્ર જૈન સંપ્રદાયને લાંછનનો પ્રયાસ સ્વીકાર્ય ન ગણાય. એકાદ વ્યક્તિનાં કારણે સમગ્ર જૈન સંપ્રદાયને લાંછન ન લાગી શકે. પાલિતાણાની ભૂમિમાં કરાયેલા પૂણ્યનાં 100 ગણા ફળની માન્યતા છે ! પાલિતાણાની ભૂમિમાં કરાયેલા પાપની પણ 100 ગણી સજાની માન્યતા છે ! જૈનોનાં 24 પૈકી 23 તીર્થંકર (Tirthankars) પાલિતાણા પધારી ચૂક્યા છે. જૈન શાસ્ત્રોમાં વર્ણન મુજબ, સાધુનાં 27 ગુણ હોય છે. જો કે, હવે સવાલ છે કે પવિત્ર જૈન સંપ્રદાયમાં આવી બદી પર કાર્યવાહી ક્યારે થશે ? એકલ-દોકલ આવા તત્વોને લીધે સંપ્રદાય પર કલંક શા માટે ? શા માટે આવા તત્વોને જાહેરમાં ફટકારવામાં નથી આવતા ?

આ પણ વાંચો – Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો – Junagadh: કલંકિત સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ, હરિભક્તો આવ્યા મેદાનમાં

આ પણ વાંચો – VADODARA : બોટકાંડમાં મૃતકોના પરિજનોનો કાળી પટ્ટી બાંધી વિરોધ, તંત્ર પર ગંભીર આરોપ

Whatsapp share
facebook twitter