+

Election Commission : ‘સવારી જવાબદારીની’ ઝુંબેશ, વોટ આપો અને મેળવો આ મફત સેવા

રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે 7 મેના રોજ મતદાન થવાના છે. ત્યારે વધુ લોકો મતદાન કરે અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission)…

રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે 7 મેના રોજ મતદાન થવાના છે. ત્યારે વધુ લોકો મતદાન કરે અને મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાય છે. ત્યારે હવે ચૂંટણી પંચે વાહનવ્યવહાર સાથે જોડાયેલી એક ખાનગી કંપની સાથે MOU કર્યા છે. આ ખાનગી કંપની મતદાન કરવાવાળા મતદારોને મતદાન કર્યા બાદ વિનામૂલ્યે મતદાન કેન્દ્રથી ઘર સુધી મૂકી જવાની ફ્રી સેવા આપશે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ (Rajkot) સહિત 5 શહેરમાં આ મફત સેવા આપશે. પ્રથમ બે ફેઝમાં ભારતમાં 16 લાખ લોકોએ આ સેવાનો લાભ લીધો છે.

વધુ મતદાન થાય તે માટે ‘સવારી જવાબદારીની’ ઝુંબેશ

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા જણાવવામાં આવ્યું કે, વધુમાં વધુ મતદાન થાય તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે (Election Commission) તમામ કલેક્ટરોને પણ જાણ કરી છે. અમદાવાદ (Ahmedabad), વડોદરા, સુરત (Surat), રાજકોટ અને આણંદમાં વોટિંગ પછી મફતમાં ઘર સુધીની રાઇડ સેવા આપવામાં આવશે. એટલે કે વોટિંગ કર્યાના પ્રુફ આપ્યા બાદ વિનામુલ્યે મતદાન મથકથી ઘરે મુકવાની સુવિધા ખાનગી કંપની દ્વારા આપવામાં આવશે. આ મુહિમનું નામ છે ‘સવારી જવાબદારીની’. પોલિંગ બુથ બહાર ગાઇડલાઇન મુજબ, બાઇક રાઇડની સેવા મળશે.

હિટવેવની પરિસ્થિતિનીમાં ખાસ તૈયારીઓ કરાઈ : પી. ભારતી

પી. ભારતીએ (P. Bharti) વધુમાં જણાવ્યું કે, મતદાન વધારવા માટે જિલ્લા કક્ષાએ પ્રયાસો થઈ રહ્યા છે. વધુ મતદાન થાય માટે અનેક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ચૂંટણીના દિવસે હિટવેવની પરિસ્થિતિનીમાં ખાસ તૈયારીઓ કરાઈ છે. ખાસ ટેંટ રાખવામાં આવ્યા છે. ઠંડા પાણીના કૂલરની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ મેડિકલ ઓફિસરને ડેપ્યુટ કરવામાં આવશે. સ્ટાફ માટે તથા જરૂર પડે તો મતદારો માટે પણ ORS ની વ્યવસ્થા કરવામાં આવશે.

 

આ પણ વાંચો – Dahod માં જે લોકો મતદાન કરશે તેને આકર્ષક ઑફરનો મળશે લાભ

આ પણ વાંચો – Chhotaudepur Ballot Election: જિલ્લામાં પોસ્ટલ બેલેટ મતદાનના બીજો દિવસે અધિકારીઓ સહભાગી થયા

આ પણ વાંચો – VADODARA : પ્રથમ વખતના મતદારો એવા 1082 યુવાનોની “ચુનાવ દૂત” તરીકે પસંદગી

Whatsapp share
facebook twitter