+

અમદાવાદમાં રૂપિયાની લેતી-દેતીમાં રચાયો અપહરણનો કારસો

અમદાવાદ સરખેજમાં બિલ્ડરના અપહરણ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનું કામ કરતા કેવલ મહેતા નામના વ્યક્તિ 24 ડિસેમ્બરે તેઓ મકરબા સ્થિત ઓફિસ જઈ રહ્યા હતા, ત્યારે બે બાઈક સવારોએ અકસ્માત કેમ સર્જયો કહીને તેમને અટકાવ્યા હતા અને બળજબરીપૂર્વક તેમને ઈનોવા કારમાં બેસાડી દીધા હતા. ગાડીમાં બેસાડીને સાણંદના કે ડી પાર્ટી પ્લોટ પાસેની જગ્યામાં લઈ ગયા હતા. અપહરણની ઘટનામાં તેમને à
અમદાવાદ સરખેજમાં બિલ્ડરના અપહરણ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનું કામ કરતા કેવલ મહેતા નામના વ્યક્તિ 24 ડિસેમ્બરે તેઓ મકરબા સ્થિત ઓફિસ જઈ રહ્યા હતા, ત્યારે બે બાઈક સવારોએ અકસ્માત કેમ સર્જયો કહીને તેમને અટકાવ્યા હતા અને બળજબરીપૂર્વક તેમને ઈનોવા કારમાં બેસાડી દીધા હતા. ગાડીમાં બેસાડીને સાણંદના કે ડી પાર્ટી પ્લોટ પાસેની જગ્યામાં લઈ ગયા હતા. અપહરણની ઘટનામાં તેમને આરોપીઓએ ચપ્પુ ઉગામ્યુ હતુ, જેમાં તેમને ઈજાઓ પણ થઈ હતી. અપહરણકારોએ તેમની પાસેથી 3 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં આખરે 1 કરોડ રૂપિયામાં સમાધાન થયું હતું. 1 કરોડ રૂપિયા આપવામાં આવતા કેવલ મહેલાનો છૂટકારો થયો હતો. છૂટકારો થયા બાદ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી છે.
સમગ્ર કેસમાં તપાસ દરમિયાન ભાગીદારની જ સંડોવણી સામે આવી છે. ભોગ બનનાર કેવલ મહેતા અને અશોક નામનો વ્યકતિ બંને પાર્ટનર છે. અશોક નામના બિલ્ડરને કેવલ મહેતા પાસેથી 3 કરોડ લેવાના હતા જેથી કેવલ મહેતાનો અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. અપહરણકારોની વાતચીત દરમિયાન એકનું નામ રફીક હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અપહરણકારો તેમને સાણંદ તરફ લઈ જતા હતા ,ત્યારે તેમની કારને સાણંદના તેલાવગામ પાસે રોકવામાં આવી હતી.  જ્યાં બિલ્ડર અશોક અને તેનો પુત્ર નીલ કારમાં આવ્યા હતા અને અપહરણકારોએ કેવલ મહેતાને અશોક તરફ જોવાનુ કહીને કહ્યું હતું કે, ‘આ લોકોના વહેવારનું શું કરવું છે? અમે પોરબંદરના કુખ્યાત શખ્સો છીએ’.  કેવલને સાણંદ લઈ જવામાં આવ્યો હતો અને અશોક અને તેના પુત્રએ કેવલ પર ચપ્પા વડે હુમલો કર્યો હતો જેમાં કેવલને ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે કેવલ પાસે 3 કરોડની માગણી કરવામાં આવી હતી. જેનું સમાધાન 1 કરોડમાં થયું હતું. કેવલે 80 લાખના ત્રણ ચેક અને 3 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને ત્યાબાદ કેવલનો છૂટકારો થયો હતો. 
સમગ્ર મામલે કેવલ મહેતાએ સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રફીક, અશોક અને નીલની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપી રાજેશને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Whatsapp share
facebook twitter