+

Lion in Amreli: અમરેલીમાં શિકારની શોધમાં ડાલામથ્થા સિંહની લટાર

Lion in Amreli: એશિયામાં સૌથી વધારે સિંહ ગુજરાતમાં વસે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમરેલીમાં ઘણીવાર સિંહો લટાર મારતો જોવા મળે છે. નોંધનીય છે કે, અમરેલીથી ગીર કેડીના અંતર…

Lion in Amreli: એશિયામાં સૌથી વધારે સિંહ ગુજરાતમાં વસે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમરેલીમાં ઘણીવાર સિંહો લટાર મારતો જોવા મળે છે. નોંધનીય છે કે, અમરેલીથી ગીર કેડીના અંતર છે. જેથી સિંહ ગામડાંઓમાં આવતા જોવો મળતા હોય છે. મોટાભાગે સિંહ રાત્રીના સમયે જ ગામડાંમાં ફરતા જોવા મળેછે. અત્યારે પણ અમરેલીમાં શિકારની શોધમાં ડાલામથ્થા સિંહની ગામની શેરીઓમાં લટાર જોવા મળી હતી. જો જંગલમાં કોઈ શિકાર ના મળે તો સિંહ ગામડાં તરફ કુચ કરતા હોય છે.

સિંહે ગાયના એક વાછરડાનો પીછો કર્યો પરંતુ

મળતી વિગતો પ્રમાણે લીલીયાના વાઘણીયા ગામે મોડી રાત્રે ડાલામથ્થા સિંહની લટાર જોવા મળી હતી. અહીં શિકારની શોધમાં આવેલા સિંહે ગાયના એક વાછરડાનો પીછો કર્યો હતો પરંતુ તે સફળ ના થયો. જોકે, ગામના સીસીટીવી કેમેરામાં તેની તસવીરો કેદ થઈ હતી. દરિયા સામે નદી જોર કરતી હોય તેમ કેટલાક શ્વાનો સિંહ સામે ગર્જના કરી રહ્યા હતા. પરંતુ સિંહ શિકારમાં શોધમાં આવ્યો હતો. ગામમાં ઘૂસેલા સિંહે શિકાર માટે એક વાછરડા પાછળ દોટ મુકી હતી. જોકે, વાછરડું પોતાની જીવ બચાવી ભાગી ગયું હતું. શિકારી સિંહ અને શિકાર વાછરડાની પાછળ દોટ મુકતા સિંહની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ હતી. વાઘણીયા ગામના સીસીટીવીમાં સિંહ સ્વાન અને વાછરડાનો વીડિયો કેદ થયો હતો.

શિકારની શોધમાં સિંહની ગામડાંઓમાં લટાર

નોંધનીય છે કે, જંગલના આસપાસના ગામડાંઓમાં સિંહ લટાર મારતા જોવા મળતા હોય છે. આવી ઘટનાઓ અમરેલીમાં વધારે બનતી હોય છે. કારણ કે, અમરેલી જિલ્લો ગીરના જંગલને અડીને આવેલો છે. જેથી ઘણીવાર જો જંગલમાં શિકાર ના મળે તો ગામડાંઓમાં શિકારની શોધમાં આવતા હોય છે. આ સાથે ગામડાંમાં સિંહે મારણ કર્યું હોય તેવા પણ ઘણા વીડિયો સામે આવતા હોય છે.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: મતદાનના એક દિવસ પહેલા રાજપૂતોમાં અસમંજસ

આ પણ વાંચો: Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

આ પણ વાંચો: Gujarat: લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે ખાનગી બસોનું બુકિંગ વધ્યું, મતદાન કરવા કરાઈ ખાસ અપીલ

Whatsapp share
facebook twitter