+

Saree Goes Global: 500 થી વધુ વિભિન્ન સાડીઓ સાથે Times Square રોશન થઈ ઉઠ્યું

Saree Goes Global: ન્યુયોર્કના (New york) પ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર (Times Square) ખાતે ફરી એકવાર ભારતીય નાગરિકો દ્વારા નામ રોશન કરવામાં આવ્યું છે. તેની સાથે આ ઘટનાની નોંધ વિદેશી મીડિયા સહિત…

Saree Goes Global: ન્યુયોર્કના (New york) પ્રસિદ્ધ ટાઇમ્સ સ્ક્વેર (Times Square) ખાતે ફરી એકવાર ભારતીય નાગરિકો દ્વારા નામ રોશન કરવામાં આવ્યું છે. તેની સાથે આ ઘટનાની નોંધ વિદેશી મીડિયા સહિત દેશના દરેક મીડિયામાં અહેવાલો જોવો મળી રહ્યા છે. આ વખતે અનેક મહિલાઓ દ્વારા ન્યૂયૉર્ક (New york) ના ટાઇમ્સ સ્ક્વેર (Times Square) માં અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

  • ટાઇમ્સ સ્ક્વેર ખાતે ભારતીયો ભારતનું ગૌરવ વધાર્યું

  • વિવિધ કાપડોમાંથી બનાવેલી સાડીઓનું પ્રદર્શન

  • મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે સાડી

એક અહેવાલ અનુસાર અને સોશિયલ મીડિયા પોસ્ટ આધારિત, ન્યુયોર્ક (New york) ના ટાઇમ્સ સ્ક્વેર (Times Square) માં ભારતીય મહિલાઓ દ્વારા 500 વિભિન્ન સાડીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રદર્શનમાં ભારતીય મહિલાઓ સાથે અમેરિકાના નાગરિકો પણ જોડાયા હતા. એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી ભારતીય પરંપરા અને સંસ્કૃતિની સામે ગર્વથી પ્રદર્શન કરવામાં આવી હતી.

આ પણ વાંચો: America White House: વ્હાઈટ હાઉસના ગેટ પર કાર અકસ્માત કે પછી કોઈ આતંકી ઘટના?

વિવિધ કાપડોમાંથી બનાવેલી સાડીઓનું પ્રદર્શન

New york ના Times Square માં સાડી ગોઝ ગ્લોબલ (Saree Goes Global) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આધારિત ભારતની વિવિધ 500 જેટલી સાડીઓ આ કાર્યક્રમના માધ્યમથી દુનિયાની સામે રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત આ કાર્યક્રમમાં Bangladesh, Nepal, Britain, America, સંયુક્ત અરબ અમીરાત, Uganda, ત્રિનિદાદ અને ગુયાન દેશ સહભાગી થયા હતા. ખાદી સહિત ભારતની વિવિધ કાપડોમાંથી બનાવેલી સાડીઓનું આ કાર્યક્રમમાં પ્રદર્શન કરાયું હતું. તે ઉપરાંત આ તમામ સાડીઓના કલર અલગ-અલગ હતા.

આ પણ વાંચો: નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….

મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે સાડી

આ કાર્યક્રમ બ્રિટિશ વુમેન ઈન સાડી (British Woman in saree) ના સહયોગને કારણે લોકપ્રિય બન્યો હતો. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને વૉકથોનનું પણ આયોજન કરાયું હતું. આ સાડી પ્રદર્શન પાછળનો એક જ ઉદ્દેશ હતો કે, ભારતીય હસ્તકલા અને સંસ્કૃતિ પ્રતે લોકોમાં જાગૃતિ આવે. પ્રમુખ UMA Global ડૉ. રીટા કાકતી-શાહ અને British woman in saree પ્રમુખ ડૉ. દીપ્તિ જૈનએ સમગ્ર વિશ્વમાં એકતા અને મહિલા સશક્તિકરણના પ્રતીક તરીકે સાડીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો: ભારત માટે APPLE ના CEO TIM COOK એ કહ્યું – ‘APPLE માટે ભારત મુખ્ય ફોકસ ક્ષેત્ર’

Whatsapp share
facebook twitter