+

PM MODI આ તારીખે વારાણસી બેઠક પરથી ભરશે ફોર્મ

PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન દેશના 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રચારમાં હાલ વ્યસ્ત છે ત્યારે સમાચાર મળી રહ્યા…

PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન દેશના 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રચારમાં હાલ વ્યસ્ત છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે તેઓ આગામી 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.

13 મેના રોજ વારાણસીમાં એક ભવ્ય રોડ શો કરશે

ભાજપના વારાણસી શહેરના ભાજપ પ્રમુખે આ જાણકારી આપી છે. શહેર પ્રમુખ વિદ્યાસાગર રાયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મેના રોજ વારાણસીમાં એક ભવ્ય રોડ શો કરશે અને તેની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રોડ શોનો રુટ તૈયાર થઇ ગયો છે.

14 મેના રોજ વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે

તેમણે કહ્યું કે રોડ શો યોજ્યા બાદ 14 મેના રોજ વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાય અને બહુજન સમાજ પાર્ટીએ અતહર જમાલ લારીને વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવા ટિકિટ આપી છે.

અંતિમ સાતમા તબક્કામાં 1લી જૂનના રોજ મતદાન

વારાણસીમાં લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા તબક્કામાં 1લી જૂનના રોજ મતદાન થશે. બીજી તરફ વડાપ્રધાન અત્યારે દેશભરમાં વિવિધ સ્થળો પર જઇને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે,. 7મે ના રોજ ગુજરાત સહિત 11 રાજ્યોમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ 5 મેના રોજ શાંત થઇ ગયા છે.

આ પણ વાંચો— Gujarat ની 25 બેઠકો પર કેમ સહુની નજર…?

આ પણ વાંચો—- Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

આ પણ વાંચો– Kshatriya Samaj : મતદાનના દિવસે તમામ ક્ષત્રિયો…

આ પણ વાંચો— Gujarat: લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે ખાનગી બસોનું બુકિંગ વધ્યું, મતદાન કરવા કરાઈ ખાસ અપીલ

Whatsapp share
facebook twitter