+

રશિયા તરફથી થઇ રહેલા હુમલા બાદ યુક્રેને એકવાર ફરી કહ્યું- યુક્રેન ઝૂકેગા નહીં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સંપૂર્ણપણે ખરાબ થતી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ યુક્રેનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે. વળી એવા સમાચાર પણ છે કે, હુમલામાં ઘણા યુક્રેનના નાગરિકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.  અમે અમારી જમીન પર છીએ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ સ્થિતિ સંપૂર્ણપણે ખરાબ થતી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કર્યા બાદ યુક્રેનમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે. વળી એવા સમાચાર પણ છે કે, હુમલામાં ઘણા યુક્રેનના નાગરિકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.  
અમે અમારી જમીન પર છીએ, આત્મસમર્પણ કરીશું નહીં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રશિયન અને યુક્રેનિયન સેના વચ્ચે સંઘર્ષ અનિવાર્ય છે. પુતિને યુક્રેનની સૈન્યને તેમના હથિયારો નીચે મૂકવા અને પરત ફરવા કહ્યું છે. યુક્રેનમાં રાજધાની કિવ સહિત અન્ય શહેરોમાં હુમલા શરૂ થયા છે. તેમજ રશિયાના વિમાનો પણ યુક્રેન ઉપર મંડરાતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, તેમણે વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી, પરંતુ તે નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જોકે, હવે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ લોહીયાળ થવા લાગ્યું છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયન ગોળીબારમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે અને નવ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ મર્યુપોલ શહેરમાં ટેન્ક જોવા મળી છે. એરપોર્ટ પર પણ હુમલો થયો છે. યુક્રેન સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ-જનરલ વાલેરી ઝાલુઝનીએ કહ્યુ કે, “અમે અમારી જમીન પર છીએ. આત્મસમર્પણ કરીશું નહીં. અમે આ યુદ્ધ જીતીશું,” જીહા, અહી તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે, યુક્રેન ઝુંકેગા નહીં. 
યુક્રેનના સૈન્ય ઠેંકાણાઓ તોડી પાડ્યા
રશિયાએ કહ્યું કે, તેણે યુક્રેનની લશ્કરી હવાઈ સંરક્ષણ સંપત્તિ અને લશ્કરી સ્ટેેશનોને નષ્ટ કરી દીધા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન હુમલાથી યુક્રેનિયન સૈન્ય હવાઈ સંરક્ષણ સંપત્તિને નષ્ટ કરી દીધી છે, સાથે જ યુક્રેનના સૈન્ય ઠેંકાણાનો નાશ કર્યો છે. મંત્રાલયે એવા દાવાઓને પણ ફગાવી દીધા હતા કે તેણે યુક્રેનમાંથી પસાર થઈ રહેલા રશિયન યુદ્ધ વિમાનને તોડી પાડ્યા હતા. દરમિયાન, યુક્રેનની સેનાએ કહ્યું કે, તેણે પાંચ રશિયન વિમાનોને તોડી પાડ્યા છે. 
યુક્રેન માત્ર આ હુમલાનો સામનો નહીં કરે પરંતુ જીત પણ મેળવશે
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબોએ તેમના દેશ પર થઇ રહેલા રશિયા હુમલને આક્રમકતાનું યુદ્ધ ગણાવ્યું છે અને વિશ્વભરના દેશોને રશિયા પર પ્રતિબંધો લાદીને તેને અલગ કરવા વિનંતી કરી છે. એક ટ્વીટમાં, કુલેબાએ કહ્યું, “રશિયાએ યુક્રેન પર યુદ્ધ છેડ્યું છે, જેના કારણે શાંતિપૂર્ણ યુક્રેનિયન શહેરો પર હવાઈ હુમલાઓ શરૂ થઇ ગયા છે. આ આક્રમકતાનું યુદ્ધ છે અને યુક્રેન માત્ર આ હુમલાનો સામનો નહીં કરે પરંતુ જીત પણ મેળવશે.
Whatsapp share
facebook twitter