+

Forest Fire Viral Video: સલમાન ખાને વીડિયો બનાવવા માટે 90 વિઘાનું જંગલ સળગાવી દીધું

Forest Fire Viral Video: ઉત્તરાખંડ (Uttarakhand) ના જંગલો (Forest) માં લાગેલી આગને વન વિભાગ (Forest Department) તથા અગ્નિશામક દળ દ્વારા કાબૂમાં મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો…

Forest Fire Viral Video: ઉત્તરાખંડ (Uttarakhand) ના જંગલો (Forest) માં લાગેલી આગને વન વિભાગ (Forest Department) તથા અગ્નિશામક દળ દ્વારા કાબૂમાં મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ દેશના યુવાનો દ્વારા સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી રહી છે. તો ઉત્તરાખંડ (Uttarakhand) ના જંગલો (Forest) માં લાગેલી આગ જેવી જ સ્થિત બિહારના જંગોલમાં જોવા મળી છે.

  • બિહારમાં યુવકે રિલ્સના ચક્કરમાં જંગમાં લગાવી આગ

  • યુવકો વિરુદ્ધ ધાર 26 નોંધી કેસ દાખલ કરાયો

  • આગને કારણે 4 લોકોનું મોત નિપજ્યુ

એક અહેવાલ અનુસાર, બિહાર (Bihar) ના ચમૌલીમાં આવેલા જંગલો (Forest Fire) માં વિશાળ આગ ફાટી નીકળી હતી. આ આગ બિહારના એક યુવક દ્વારા જંગલમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ઈરાદાથી લગાવવામાં આવી હતી. તે ઉપરાંત જંગલના જે સ્થળ આગ લાગી હતી, ત્યાં યુવકે વીડિયો બનાવીને કહ્યું હતું કે એવી કોઈ પણ મુશ્કેલી નથી જે બિહાર પાર કરી ના શકે. તે ઉપરાંત આ વીડિયોના માધ્યમથી બિહારી યુવક સૌને ચુનૌતી પણ આપી હતી.

આ પણ વાંચો: ​​ભારતીય મૂળની Sunita Williams ત્રીજી વખત અંતરિક્ષમાં જવા તૈયાર, કહ્યું- ઘરે પાછા જવા જેવું હશે…

યુવકો વિરુદ્ધ ધાર 26 નોંધી કેસ દાખલ કરાયો

જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તાત્કાલિક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે યુવકને તુરંત ઝડપી પાડ્યો હતો. આ યુવક વિરુદ્ધ પોલીસે જંગલમાં ગુનાહિત કાર્ય કરવા બદલ અને આગ લગાવવા બદલ ધારા 26 હેઠળ કેસ દાખલ કર્યો છે. જોકે આ યુવક સાથે અન્ય તેના સાથીદારો પણ હતા, તેમની વિરુદ્ધ પણ સહકાર આપવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શું તમે International No Diet Day વિશે જાણો છો ?

આગને કારણે 4 લોકોનું મોત નિપજ્યુ

હાલમાં, પોલીસે સમગ્ર ચંમૌલી જિલ્લામાં આદેશ જાહેર કર્યો કે, સોશિયલ મીડિયા પર ફેમસ થવાના બહાને કોઈપણ કાયદાનું ઉલ્લંધન કરીને રિલ્સ કે ફોટો પાડવામાં આવશે અને સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવશે, તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને સજા ફટકારવામાં આવશે.તે ઉપરાંત આ આગને કારણે અત્યાર સુધી 4 લોકોનું મોત નિપજ્યુ છે. તે ઉપરાંત ઉનાળાની ઋતુ હોવાને કારણ જંગલમાં વૃક્ષ સૂકાઈ ગયાના હોવાને કારણે આગ બેકાબૂ થઈ રહી છે.

આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

Whatsapp share
facebook twitter