+

Surat : કલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને આપી ધમકી, કહ્યું- જેટલું રક્ષણ લેવું હોય લઈ લે..!

સુરતના (Surat) કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થયા બાદ ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા. આમ, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે…

સુરતના (Surat) કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થયા બાદ ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા હતા. આમ, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે મતદાન થાય તે પહેલા લોકસભાની એક બેઠક ભાજપના (BJP) ખાતામાં આવી હતી. જો કે, આ ઘટના બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા હતા અને સુરત (Surat) બેઠક પર ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી વિરુદ્ધ રોષ ઠાલવ્યો છે.

માહિતી મુજબ, સુરત (Surat) કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટે (Kalpesh Barot) નિલેશ કુંભાણીને લઈ ધમકીભર્યાં સુરમાં કહ્યું કે, નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તેટલું લઈ લે. પરંતુ, સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓના રોષથી તેઓ બચી શકશે નહીં. જણાવી દઈએ કે, તાજેતરમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, નિલેશ કુંભાણી બારડોલી (Bardoli) લોકસભામાં મતદાન કરવા માટે આવશે.

કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર કલ્પેશ બારોટ

કલ્પેશ બારોટે આપી ધમકી

કલ્પેશ બારોટે (Kalpesh Barot) આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા સુરત કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ, નિલેશ કુંભાણી BJP નો એજન્ટ બનીને ભાજપ સાથે સોદાબાજી કરીને ફરાર થયેલ છે. પરંતુ, આવતીકાલે બારડોલી (Bardoli) લોકસભા બેઠક પર ચૂંટણી થવાની છે. ત્યારે અહીં નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) મતદાન કરવા આવવાના હોવાની માહિતી છે. તેમણે ધમકીભર્યાં સુરમાં કહ્યું કે, નિલેશ કુંભાણીને જેટલું રક્ષણ લેવું હોય તે લઈ લે પરંતુ, સુરતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત સુરતના મતદાતાઓ સાથે જે ગદ્દારી કરી છે તેનું વળતર આવતીકાલે આપવામાં આવશે.

 

આ પણ વાંચો – Ahmedabad : મતદાન પહેલા કોંગ્રેસ શ્રીરામના શરણે! શકિતસિંહ ગોહિલના BJP પર આકરા પ્રહાર

આ પણ વાંચો – VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

આ પણ વાંચો – SURAT : આજે પ્રચારનો અંતિમ દિવસ, CR પાટીલની બે ભવ્ય રેલી, હર્ષ સંઘવીએ પ્રચાર સમયે કંઈક આવું કરી સૌને ચોંકાવ્યા!

Whatsapp share
facebook twitter