+

Opposition MPs Suspended: કોંગ્રેસના 15 સાંસદો સામે કાર્યવાહી, લોકસભામાંથી સસ્પેન્ડ

5 સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના 5 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ શિયાળું સત્રના…

5 સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

સંસદનું શિયાળુ સત્ર ચાલુ છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના 5 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ શિયાળું સત્રના બાકીના કાર્યકાલમાં ભાગ લઈ શકશે નહીં.તેથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં ટીએન પ્રથાપન, હિબી એડન, જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે.

આ સાંસદોને સંસદની ગરમી નહીં જાળવવા માટે સસ્પેનડ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત તાજેતરમાં સંસદમાંથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જો કે સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો સંસદના બંને ગૃહોમાં ઉઠાવવામાં આવ્યો હતો. તેથી વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. તેના કારણે વિપક્ષી સાંસદોએ તેમનો વિરોધ ચાલુ રાખતા લોકસભાને બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સંસદમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સંસદમાં બેઠક

સંસદના કાર્ય મંત્રી પ્રધાન પ્રહલાદ જોશીએ સ્થગિત પહેલાં સંસદ ગૃહને સંબોધિત કરતા કહ્યું હતું કે…સંસદમાં સુરક્ષા પ્રોટોકોલને મજબૂત કરવા માટે બિન-રાજકીય અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે લોકસભા સ્પીકરે સંસદમાં સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તમામ નેતાઓ સાથે બેઠક કરી અને તેમના મંતવ્યો સાંભળ્યા જોઈએ.

તૃણમૂલ કોંગ્રેસના સભ્ય ડેરેક ઓ બ્રાયનને અભદ્ર વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક વખત સ્થગિત કર્યા પછી બપોરે 12 કલાકે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ અધ્યક્ષ જગદીપ ધનખરે ઓ’બ્રાયનનું નામ લીધું અને તેમના સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી.
જ્યારે અધ્યક્ષ સભ્યનું નામ લે છે, ત્યારે તેનો અર્થ સભ્યના સસ્પેન્શનની કાર્યવાહીની શરૂઆત થાય છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ સભ્ય અધ્યક્ષની સત્તાનો અનાદર કરે છે અથવા ગૃહના નિયમોનો દુરુપયોગ કરીને સતત અને જાણી જોઈને ગૃહના કામમાં અવરોધ ઊભો કરે છે.

આ પણ વાંચો: અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરિસરના સર્વેને આપી મંજૂરી

 

Whatsapp share
facebook twitter