+

ડભોઈના ચનવાડા ગામે થયેલી હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની સજા

અહેવાલ—પિન્ટુ પટેલ, ડભોઇ ડભોઇના ચનવાડા ગામે થયેલી હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ એચ.જી.વાઘેલા દ્વારા આપવામાં આવ્યો છે. શિવા તડવીની ૨૦૨૧…
અહેવાલ—પિન્ટુ પટેલ, ડભોઇ
ડભોઇના ચનવાડા ગામે થયેલી હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ એચ.જી.વાઘેલા દ્વારા આપવામાં આવ્યો છે.
શિવા તડવીની ૨૦૨૧ માં હત્યા કરી હતી
ડભોઇ તાલુકાના ચનવાડા ગામે સલાડ ફળીયામાં માતા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી હત્યા કરનાર હત્યારાને સજા મળી છે. આરોપી રમેશ ઉર્ફે પૂઈપૂઈ પ્રહલાદભાઈ વસાવાએ ફળિયામાં જ રહેતા મહેશભાઈ ઉર્ફે નાનીયો શિવા તડવીની ૨૦૨૧ માં હત્યા કરી હતી. જે અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કોર્ટે આ કેસમાં આજીવન કેદ તેમજ ૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
ડભોઇના એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એચ.જી.વાઘેલાની કોર્ટમાં આ કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સરકારી વકીલ એચ.બી.ચૌહાણની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ કેસમાં આજીવન કેદ તેમજ ૫,૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
ઓરસંગ નદીમાં જવાના પટ ઉપર મૃતદેહને ફેંકી દીધો
બનાવવાની વિસ્તૃતમાં વિગત મુજબ ડભોઇ તાલુકાના ચનવાડા ગામે સલાડ ફળિયામાં ૨૦૨૧ માં પોતાની માતા સાથે મૃતકને આડો સંબંધ છે તેવો વહેમ રાખી આરોપી યુવાને તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી મૃતક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીએ પોતાના જ ઘરની નજીક ઓરસંગ નદીમાં જવાના પટ ઉપર મૃતદેહને ફેંકી દીધો હતો. આ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે મૃતકના માસીના દીકરા દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. સલાડ ફળિયામાં રહેતા મહેશભાઈ ઉર્ફે નાનીયો શીવાભાઈ તડવી ઉંમર વર્ષ ૩૪ નાઓ તેમના જ વિસ્તારમાં રહેતા ચંપાબેન પ્રહલાદભાઈ વસાવા નાઓ સાથે સંબંધો હતાં.
આડા સંબંધની શંકાએ હત્યા
મહેશભાઈના ચંપાબેન સાથે આડા સંબંધ હોવાથી ચંપાબેનનો પુત્ર રમેશભાઈ ઉર્ફે પૂઈપૂઈ પ્રહલાદભાઈ વસાવા નાઓએ રાત્રિના સમયે તેઓના ઘરે મહેશભાઈ આવ્યા હતા, ત્યારે તેમને માથાના ભાગે હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે તત્કાલીન પી.આઇ. જી.એમ.વાઘેલાએ ઉંડાણપૂર્વકની તપાસ આદરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter