+

Tricks : શખ્સે પાણીના માટલાને બનાવી દીધું ઓટોમેટિક મશીન, જુઓ Video

આપણા ભારતના લોકો જુગાડ (Tricks) કરવામાં સૌથી આગળ હોય છે. તમે સોશિયલ મીડિયા (Social Media) માં એકથી એક અલગ પ્રકારના જુગાડ (Tricks) જોયા જ હશે. ત્યારે એક શખ્સે પાણીના માટલા…

આપણા ભારતના લોકો જુગાડ (Tricks) કરવામાં સૌથી આગળ હોય છે. તમે સોશિયલ મીડિયા (Social Media) માં એકથી એક અલગ પ્રકારના જુગાડ (Tricks) જોયા જ હશે. ત્યારે એક શખ્સે પાણીના માટલા (Water’s Pot) ને લઇને એક જુગાડ કર્યો છે જે જોઇ તમે પણ ચોંકી જશો. હાલમાં ઉનાળાની ઋતુ (Summer Season) ચાલે છે ત્યારે લોકો ખાસ કરીને માટીના ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર પાણી કાઢવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ત્યારે એક શખ્સે એવો જુગાડ કર્યો કે જેનાથી સામાન્ય દેખાતુ માટલું ઓટોમેટિક બની ગયું. આ વીડિયો તાજેતરમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

શખ્સે કર્યો શાનદાર જુગાડ

ભારતમાં લોકોમાં ટેલેન્ટની કોઈ કમી નથી. આના ઉદાહરણો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) માં તમે દેશી જુગાડ (Tricks) ના ઘણા વીડિયો જોયા જ હશે પણ હવે અમે તમને જે વીડિયો વિશે જણાવવા જઇ રહ્યા છીએ તેને જોઇ તમે થોડીવાર માટે પોતાનું માથું ખંજવાડવા લાગશો. હાલમાં આપણે જોઇ રહ્યા છીએ કે ઉનાળાની ઋતુ (Summer Season) છે અને ગરમી સતત વધી રહી છે અને આ ગરમીમમાં દરેક વ્યક્તિને ઠંડુ પાણી પીવું ગમે છે. કેટલાક લોકો ફ્રિજમાંથી પાણી પીવે છે જ્યારે કેટલાકને માટલામાંથી પાણી પીવું ગમે છે. ઘડાનું પાણી પીનારાઓએ આ વીડિયો અવશ્ય જોવો જોઇએ. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખ્સ માટીના માટલાને ઓટોમેટિક પોટમાં ફેરવી નાખે છે, જેને જોઈને લોકો તેના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોટ સાથે એક પાઈપ જોડાયેલી છે અને મોટર લગાવવામાં આવી છે. આ માટલાની ખાસ વાત એ છે કે તમે તેને કાચની પાઈપ પાસે લઈ જાઓ અને પાણી પોતે જ ભરાઈ જશે. આ વાયરલ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mignato Services (@mignatoservices)

વાયરલ વીડિયોમાં લોકોએ આપી પ્રતિક્રિયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, માટલા સાથે એક પાઈપ જોડવામાં આવી છે. આ ઉપરાંત તેમાં એક મોટર લગાવેલી છે. વ્યક્તિએ જુગાડ ટેક્નોલોજીની મદદથી માટલાને ઓટોમેટિક માટલું બનાવ્યો છે. તેની વિશેષતા એ છે કે જો તમે માટલા સાથે જોડાયેલ પાઇપ પાસે ગ્લાસ લો છો, તો પાણી આપોઆપ ગ્લાસમાં આવવા લાગે છે. લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે, કેટલાક લોકોનું કહેવું છે કે આ માટલું નથી પરંતુ એક મોબાઈલ ફ્રિજ છે જેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી થઈ શકે છે, કેટલાક યુઝર્સે આ વીડિયો પર પ્રક્રિયા કરતા લખ્યું કે આ વીડિયો ફેક છે લોકોએ લખ્યું કે શું ગાંડપણ કરવામાં આવી રહ્યું છે. એક યુઝરે લખ્યું, શું સરસ રીત છે.

આ પણ વાંચો – Bombay High Court: એ હદે યૌન શોષણ કરાયું કે, યુવતી નિમ્ફોમૈનિએક બની ગઈ

આ પણ વાંચો – Delhi ની શાળાઓમાં બોમ્બનો ઈમેલ આવ્યો રશિયન ડોમેઈનથી, પોલીસ લેશે ઈન્ટરપોલની મદદ

Whatsapp share
facebook twitter