+

Voting Counting Process: જાણો… મતદાન આંકડાનું ડેટા એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે

Voting Counting Process: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તબક્કાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરતા આંકડાઓમાં…

Voting Counting Process: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તબક્કાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરતા આંકડાઓમાં પણ રાજનીતિ થતી હોવાના આરોપો લગાવામાં આવી રહ્યા છે. તેને કારણે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે, 3 તબક્કા દરમિયાન મતદાન મથકો (Voting Booth) પર વધુ કડક સુરક્ષા ઉભી કરવામાં આવશે. જોકે ચૂંટણી પંચે (Election Commission) એ જાહેર નથી કર્યું, કે 3 તબક્કાની ચૂંટણી પૂર્ણ (Lok Sabha Election) થતા પત્રકાર પરિષદનું આયોજન કરીને મતદાનના આંકડાઓ જાહેર કરવામાં આવશે. જોકે પ્રથા વર્ષ 2014 સુધી અમલમાં રહેલી હતી. પરંતુ વર્ષ 2019 અને 2024 ની ચૂંટણી (Lok Sabha Election) દરમિયાન આ પ્રથાનું અનુકરણ કરવામાં આવી રહ્યું નથી.

  • ત્રીજા તબક્કા પહેલા ચૂંટણી પંચે બેઠકનું આયોજન કર્યું

  • ડેડા સાથે ફોર્મ 17C સોંપવામાં આવે છે

  • અંતિમ ડેટા ચૂંટણી પંચને મોકલવામાં આવે છે

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના ત્રીજા તબક્કા પહેલા 1 મેના રોજ ચૂંટણી પંચે (Election Commission) એક બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં મતદાન વિગતોની જાહેરાતને લઈ ચર્ચા કરવામાં આવી હતી. જોકે મતદાન (Voting) આંકડાઓ જાહેર કરવાના કુલ 5 તબક્કાઓ હોય છે. તે ઉપરાંત મતદાન (Voting) આંકડાઓ એક ફોર્મ આધારિત જાહેર કરવામાં આવે છે. આ ફોર્મને 17C તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: AI દ્વારા બનાવવામાં આવ્યો CM યોગીનો ડીપ Fake Video, પોલીસે આરોપીની કરી ધરપકડ…

ડેડા સાથે ફોર્મ 17C સોંપવામાં આવે છે

દેશના દરેક મતદાન મથકો (Voting Booth) પર હાજર મતદાન મથક (Voting Booth) ના મુખ્ય અધિકારી સાંજે સાત કલાકે એક યાદી તૈયાર કરે છે. તેમાં જણાવવામાં આવે છે કે, દિવસ દરમિયાન કેટલા મતદાતાઓ આવ્યા, કેટલા મતદાતાઓએ મત આપ્યો, તેમાં કેટલા યુવાનો, પુરુષો, મહિલા અને વૃદ્ધો હતા. આ તમામ વિગતોને મતદાન (Voting) ડેટા ફોર્મ 17C માં ભરવામાં આવે છે. ત્યાર બાદ વિસ્તારના ઈન્ચાર્જને આ ડેડા સાથે ફોર્મ 17C સોંપવામાં આવે છે.

આ પણ વાંચો: Radhika Kheda: કોંગ્રેસ નેતા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા કહ્યું ભુપેશ બઘેલનો અસલી ચહેરો ઉઘાડો પાડીશ

અંતિમ ડેટા ચૂંટણી પંચને મોકલવામાં આવે છે

ત્યારબાદ આ ડેટા જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસર મારફતે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી એટલે કે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના CEO સુધી પહોંચે છે. CEO ની ઓફિસમાં પણ નિષ્ણાતોની ટીમ તમામ વિગતોની ચકાસણી કરે છે, જેથી કોઈપણ પ્રકારની વિસંગતતા કે માનવીય ભૂલ ના જોવા મળે. ત્યારબાદ અંતિમ ડેટા ચૂંટણી પંચને મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા મતદાન પૂર્ણ થયા પછી ફરીથી બપોરે 1 વાગ્યે બૂથ સ્તર પર મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: ગમે ત્યારે થઇ શકે છે Prajwal Revanna ની ધરપકડ!, કર્ણાટક સરકારે લીધો આ મોટો નિર્ણય…

Whatsapp share
facebook twitter