+

BJP ના વાયક પર વિદેશી પાર્ટીઓના નેતાઓ આવ્યા ભારત, જાણો ક્યાથી કોણ આવ્યું?

BJP: ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહીં છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજેપીને સમર્થન આપવા માટે માત્ર ભારત જ…

BJP: ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહીં છે. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજેપીને સમર્થન આપવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોના નેતાઓ પણ પ્રચાર કરવા માટે આવવાના છે. નોંધનીય છે કે,ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધાવારે આ બાબતે નિવેદન જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીના ફોરેન અફેયર્સ ડિપાર્ટમેન્ટ કે ઇન્ચાર્જ વિજય ચોટિયાવાલે આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે. વિજય ચોટિયાવાલેએ જણાવ્યું કે, ‘10 દેશોના 18 રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાને મુલાકાત કરવાના છે.

ચૂંટણી અભિયાન અને રણનીતિની જાણકારી મેળવશે

આ સિવાય વાત કરવામાં આવે તો દરેક પ્રતિનિધાઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે પણ મુલાકાત કરવાના છે. આ લોકો ભારતની ચૂંટણી પ્રક્રિયા સાથે સાથે બીજેપીના ચૂંટણી અભિયાન અને રણનીતિની જાણકારી મેળવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનાઓ પણ ઘણા અહેવાલો આઈ થીમમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 થી વધુ પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારનો અનુભવ લેવા માટે ભારત આવે છે.

‘બીજેપીને જાણો (KNOW BJP)’ અભિયાન અંતર્ગત આવ્યા મુલાકાતે

તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ અત્યારે ‘બીજેપીને જાણો (KNOW BJP)’ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજ્યો છે. આનો મૂળ ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીને વિસ્તાર વધારનો છે. નોંધનીય છે કે, આ પહેલા અનેક દેશોના 70 પ્રમુખોએ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ સાથે ભાજપના પ્રતિનિધિમંગળના લોકોએ પણ અનેક દેશમાં જઈને આવી મુલાકાત કરી હતી. પાકિસ્તા સાથે સંબંધો ખરાબ હોવાથી તે લોકોને આમંત્રણ આપવામાં નથી આ સિવાય ચીનના પ્રતિનિધિઓને પણ નથી બોલાવવામાં આવ્યા.

ભારતમા આવેલા વિદેશી રાજનૈતિક દળના નેતાઓ

  • ઓસ્ટ્રેલિયા – લિબરલ પાર્ટી (Liberal Party)
  • વિયેતનામ – કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ વિયેતનામ (Communist Party of Vietnam)
  • બાંગ્લાદેશ – બાંગ્લાદેશ અવામી લીગ (Bangladesh Awami League)
  • ઇઝરાયેલ – લિકુડ પાર્ટી (Likud Party)
  • યુગાંડા – નેશનલ રેજિસ્ટેંસ મુવમેન્ટ (National Resistance Moveent)
  • તંજાનિયા – ચામા ચા માપિંદુજી (Chama Cha Mapinduzi)
  • રશિયા – યૂનાઈટેડ રશિયા પાર્ટી (United Russia Party)

શ્રીલંકા

  • શ્રીલંકા પોદુજાના પેરામુના (Sri Lanka Podujana Peramuna)
  • યૂનાઇટેડ નેશનલ પાર્ટી (United National Party)

મોરીશસ

  • મિલિટન્ટ સોશિયલિસ્ટ મૂવમેન્ટ (મિલિટન્ટ સોશિયલિસ્ટ મૂવમેન્ટ) (Militant Socialist Movement)
  • મોરીશસ લેબર પાર્ટી (મોરેશિયસ લેબર પાર્ટી) (Mauritius Labour Party)
  • મોરીશસ મિલિટન્ટ મૂવમેન્ટ (મોરિશિયન મિલિટન્ટ મૂવમેન્ટ) (Mauritian Militant Movement)
  • પાર્ટી મોરિસિયન સોશિયલ ડેમોક્રેટ (પાર્તિ મૌરિસિયન સોશિયલ ડેમોક્રેટ) (Parti Mauricien Social Democrate)

નેપાળ

  • નેપાળી કોંગ્રેસ (Nepali Congress) અને જનમત પાર્ટી (Janamat Party)

  • કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (ય્યુનાઈટેડ માર્ક્સવાદી-લેનિનવાદી)(Communist Party of Nepal (Unified Marxist-Leninist))

  • કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓવાદી) (Communist Party of Nepal (Maoist)

  • રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી) (Rashtriya Swatantra Party)

Whatsapp share
facebook twitter