+

હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો..! જાણો અન્ય નેતાઓની આવકમાં કેટલો થયો વધારો-ઘટાડો

ADR ના રિપોર્ટ અનુસાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં 15 કરોડનો વધારો થયો છે. 2017ની ચૂંટણી વખતે તેમની કુલ મિલકત 2 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 2022 માં તેમની કુલ મિલકત 17 કરોડથી પણ વધારે એટલે કે 721 ટકા જેટલો વધારો જોવા મળી આવે છે. આ ઉપરાંત બીજા અન્ય પણ એવા નેતાઓ છે જેમની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ભાજપના જ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો જોવા મળી આવ્યો છે.ગુà
ADR ના રિપોર્ટ અનુસાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં 15 કરોડનો વધારો થયો છે. 2017ની ચૂંટણી વખતે તેમની કુલ મિલકત 2 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે 2022 માં તેમની કુલ મિલકત 17 કરોડથી પણ વધારે એટલે કે 721 ટકા જેટલો વધારો જોવા મળી આવે છે. આ ઉપરાંત બીજા અન્ય પણ એવા નેતાઓ છે જેમની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ભાજપના જ ઉમેદવાર કુબેરભાઈ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો જોવા મળી આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ તેનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટી 37 વર્ષ બાદ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે ADR દ્વારા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં વિજેતા થયેલા ઉમેદવારોનું એક એનાલિસિસ રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં વિજેતા થયેલા 18 ઉમેદવારોની આવકમાં 150 ટકા જેટલો વધારો થયો છે જ્યારે બાર ઉમેદવારોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.
હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો
2017 વિધાનસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવારોમાંથી 2022 વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા કુલ  61 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો આવકમાં 150 ટકા વધારો થયો છે. જેમાં ભાજપમાં ઉમેદવાર હર્ષ સંઘવીની આવકમાં 721 ટકાનો વધારો થયો છે. જયારે અન્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો બીજા નંબરે પણ ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ ચૌહાણની આવકમાં 573 ટકાનો વધારો જોવા મળી આવ્યો છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર ભાભોર શૈલેષભાઈની આવકમાં 481 ટકા વધારો થયો છે. ભાજપાના ઉમેદવાર મનીષ વકીલની આવકમાં 308 ટકા વધારો થયો છે. પાટકર રમણલાલ આવકમાં 335 ટકા વધારો થયો છે.
કોંગ્રેસના કાન્તિ ખરાડીની આવકમાં 252 ટકા વધારો
આ ઉપરાંત 200 ટકા આવકમાં વધારાની વાત કરવામાં આવે તો, કોંગ્રેસના ઉમેદવાર કાન્તિ ભાઇ ખરાડી આવકમાં 252 ટકા વધારો જોવા મળી આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની આવકમાં 224 ટકા વધારો થયો છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર ગણપત વસાવાની આવકમાં 172 ટકા, ભગા બારડની આવકમાં 175 ટકા, ધવલસિંહ ઝાલા 183 ટકા, કિરીટ પટેલની આવકમાં 191 ટકા, નરેશ પટેલની આવકમાં 148 ટકા, અનંત કુમાર 190 ટકા, ગજેન્દ્ર પરમાર 178 ટકા, ભિખાભાઇ બારીયા 195 ટકા, ખાબડ બચુભાઈ 162 ટકા, માલતી કિશોરની આવકમાં 192 ટકા જેટલી  આવકમાં વધારો થયો છે.
12 ઉમેદવારોની આવકમાં ઘટાડો થયો
12 ઉમેદવારોમાંથી ભાજપના 10 ઉમેદવારની આવકમાં અને કોંગ્રેસના 2 ઉમેદવારોની આવકમાં ઘટાડો થયો છે. જેમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની આવકમાં 4 ટકા, આર.સી પટેલની આવકમાં 3 ટકા, કોંગ્રેસ ઉમેદવાર શૈલેષભાઈની આવકમાં 1 ટકા, કોંગ્રેસ ઉમેદવાર ઠાકોર ગેનીબેનની આવકમાં 42 ટકા, ભાજપના ઉમેદવાર ચૌહાણ બલરાજ સિંહની આવકમાં 28 ટકા, ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમની આવકમાં 13 ટકા, કિશોરભાઈ કાણાની આવકમાં 39 ટકા, અક્ષય પટેલની આવકમાં 34 ટકા, વિરેન્દ્રસિંહ જાડેજાની આવકમાં 35 ટકા, પ્રવીણભાઈ ઘાંઘોરીની આવકમાં 58 ટકા, રાઘવજી પટેલની આવકમાં 46 ટકા અને કુબેરસિંહ ડીંડોરની આવકમાં 79 ટકા જેટલો ઘટાડો થયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter