VADODARA : વડોદરામાં ઉનાળાની ધોમધખતી ગરમી વચ્ચે પાલિકા (VADODARA – VMC) નું તંત્ર પુરજોશ પ્રિમોન્સુન (PRE – MONSOON) કામગીરીમાં લાગ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ અંગે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઇને મહત્વના સુચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, પૂર્વ ઝોનમાં 200 મીટરની કામગીરી બાકી છે. જે 15 દિવસમાં પૂર્ણ થશે. જેથી હાઇવેથી આવતું પાણી વહી જાય તેવી વ્યવસ્થા મળી રહેશે. હાઇવે ના પાણી ઘૂસશે નહિ.
રૂ. 3 હજાર કરોડના વિકાસના કાર્યો ચાલુ
આજના નિરીક્ષણ અંગે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, વડોદરા શહેરમાં ઇલેક્શનની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા પ્રિમોન્સુન કામગીરીના ટેન્ડરો, વરસાદી ગટર-ડ્રેનેજ સાફ કરવાનું હોય, પોકલીન મશીન-જેસીબીના ઇજારાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરામાં પ્રિમોન્સુન કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલ વડોદરામાં રૂ. 3 હજાર કરોડના વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. વડોદરામાં 50 સ્કવેર કિમીનો ઓજી વિસ્તાર આવેલો છે, તેમાં રસ્તા-પાણીની નલિકા- ડ્રેનેજ-વરસાદી ગટરના કામો ચાલી રહ્યા છે.
હાઇવે ના પાણી ઘૂસશે નહિ.
તેમણે ઉમેર્યું કે, ચોમાસા દરમિયાન નાગરિકોને તરલીફ ન પડે, તમામ કામોના સેફ સ્ટેજ આવે તે માટે પાલિકા દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહી છે. પૂર્વ ઝોનમાં અધિકારીઓ જોડે વાત કરતા જાણ્યું કે, 75 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં હાઇવેને સમાંતર કાચો કાંસ બનાવવામાં આવ્યો છે, તે લગભગ 4.5 કિમીનો છે. દક્ષિણ ઝોનમાં 4 કિમીનો છે. લગભગ 8.5 કિમીનો કાચો કાંસ છે. દક્ષિણ ઝોનની કામગીરી થઇ ગઇ છે. પૂર્વ ઝોનમાં 200 મીટરની કામગીરી બાકી છે. જે 15 દિવસમાં પૂર્ણ થશે. જેથી હાઇવેથી આવતું પાણી વહી જાય તેવી વ્યવસ્થા મળી રહેશે. હાઇવે ના પાણી ઘૂસશે નહિ.
રૂ. 1 હજાર કરોડથી વધુનું પેમેન્ટ કરી દીધું
તેમણે વધુમાં ઉમેર્યું કે, તેવી રીતે પૂર્વ વિસ્તારમાં એલએન્ડટી નોલેજ સીટીથી લઇ હાઇવે વાઘો઼ડિયા ચાર રસ્તા સુધી વરસાદી ચેનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. 15 દિવસમાં ચેનમલાંથી પાણી વહી શકે તેવી સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે અમિત નગર 200 મીટરનું વરસાદી કામ ચાલી રહ્યું છે. રાજીવ નગરથી કાસમઆલા કાંસની સફાઇ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાંસ સીધો વિશ્વામિત્રી નદીમાં મળે છે. તેની મુલાકાત લઇશું. તેની 80 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદી ગટરના કામ પૂર્ણ થાય, અને રોડ સમથળ થાય તેવી કડક સુચના આપવામાં આવી છે. ચોમાસા બાદ બાકી કામકાજ પૂર્ણ કરવામાં આવે. વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત રૂ. 3 હજાર કરોડના વિકાસના કામો ચાલી રહ્યા છે. વડોદરા પાલિકા દ્વારા રૂ. 1 હજાર કરોડથી વધુનું પેમેન્ટ કરી દીધું છે. તમામ ઝોનમાં કામગીરી પૂર્ણ કરવા માટેની તાકીદ કરવામાં આવી છે.
આજવા સરોવરના 62 દરવાજાનું મેઇન્ટેનન્સ કાર્ય જારી
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જણાવે છે કે, વડોદરાના પ્રખ્યાત આજવા સરોવરના 62 દરવાજા આવેલા છે. આજવા સરોવરના 62 દરવાજાનું દર વર્ષે ચોમાસા પહેલા મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવે છે. ચોમાસામાં જ્યારે જળસ્તરની સપાટી વધે ત્યારે નક્કી કરેલા પ્રમાણ બાદ દરવાજા ખોલવામાં આવતા હોય છે. વધારાનું પાણી વહીને વિશ્વામિત્રીમાં આવતું હોય છે. પાલિકા દ્વારા આ દરવાજાનું મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. ચોમાસા પહેલા આ દરવાજા કાર્યરત થઇ જાય તે રીતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો — VADODARA : VMC ચેરમેનના ડ્રાઇવરને BJP કોર્પોરેટરે લાફો માર્યો, કહ્યું “તેની ભાષામાં જવાબ આપ્યો”