+

યુવરાજસિંહનો મોટો ખુલાસો, જો મારું સમન્સ નીકળી શકે છે તો…

ડમી કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેમાં તેમણે રાજનેતાઓ પર સીધો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અમને આ સમગ્ર મામલે ફસાવવાનો પ્રયત્ન…

ડમી કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેમાં તેમણે રાજનેતાઓ પર સીધો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, અમને આ સમગ્ર મામલે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સમન્સ માત્ર અમારા વિરુદ્ધ જ ન નીકળવું જોઇએ, અન્ય ઘણા લોકો છે કે જેમના વિરુદ્ધ સમન્સ નીકળી રહ્યું નથી. યુવરાજસિંહે વધુમાં કહ્યું કે, અમારી વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવામાં આવી રહ્યો છે. તેમણે દરમિયાન મંત્રીઓ પર પણ સીધો પ્રહાર કર્યો હતો.

જો મારું સમન્સ નીકળે છે તો જીત વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઇએ : યુવરાજસિંહ

પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહે ઘણા ખુલાસા કર્યા છે. ભાવનગર SOG સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ કેસમાં ઘણા લોકો બચવા માંગે છે. મને ફસાવવામાં આવી રહ્યો છે પણ ઘણા પૂર્વ મંત્રીઓ કે જે આ કેસમાં સામેલ છે તે બધા મળીને આ કૌભાંડને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મે કોઇની પાસેથી કોઇ પૈસા લીધા નથી. કોઇની સાથે કોઇ પણ પ્રકારનો નાણાકિય વ્યવહાર કર્યો નથી. તેમ  છતા જો મારું સમન્સ નીકળે છે તો જીત વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઇએ. એવું કેમ છે કે તેમનું સમન્સ નથી નીકળી રહ્યું. અસિત વોરાનું નામ પણ સામે આવ્યું છે. મને ફસાવવાના પ્રયત્નો પાછળ અનેક લોકોનો હાથ છે. આરએમ પટેલનું નામ પણ યુવરાજ સિંહે લીધું છે. મને સમન્સ આપ્યું તો બધાને બોલાવો. મને જ શા માટે સમન્સ પાઠવી બોલાવવામાં આવી રહ્યો છે.

યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

યુવરાજસિંહે આજે મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, ઘણા નામો છે કે જે હું આજે પોલીસને આપવાનો છું. તેમણે વધુમાં કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પૂરો પ્રયાસ થઇ રહ્યો છે તેનો હું પર્દાફાશ કરીને જ રહીશ. યુવરાજસિંહે કહ્યું કે, અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી. યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે, મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.

ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજા સામે ડમી કાંડમાં નામ જાહેર ના કરવાની શરતે એક કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ભાવનગર SOG દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેઓ ગુરુવારે પોલીસ સમક્ષ હાજર નહોતા રહ્યા પરંતુ આજે તેઓ પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહ્યા છે. આ પહેલા તેમણે ખોટું કર્યું નથી, તેઓ મોટા માથાઓનો ના નામ આપશે તેવી વાત કરી હતી. હવે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ભાવનગરમાં ભીડભંજન મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે યુવાનો સાથે પણ વાત કરી હતી.

આ પણ વાંચો – પોલીસ સમક્ષ હાજર થયા પહેલા યુવરાજસિંહ જાડેજાએ જાણો શું કહ્યું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter