+

Rain forecast: આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Rain forecast: ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે કપરા રહીં શકે છે. નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહીને…

Rain forecast: ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે કપરા રહીં શકે છે. નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહીને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઇએ કે, આપણાં રાજ્યના 22 જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગામી ત્રણ કલાક ગુજરાત માટે કપરા બની રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાક ગુજરાત માટે કપરા બની રહેશે

આ સાથે સાથે હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ હળવા વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં ઠેર-ઠેર જામેલો છે વરસાદી માહોલ

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે, રાજ્યમાં ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે સોમવાર બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે જ જિલ્લામાં સર્વત્ર માવઠું થયું હતું. માવઠાની શરૂઆત ખેડબ્રહ્મા તાલુકામાંથી થઇ હતી. ત્યારબાદ ધીમેધીમે આ માવઠું વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તરફ આગળ વધ્યું હતુ. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે બપોર બાદ પવનની આંધી સાથે જિલ્લાને માવઠાએ ઘમરોળ્યુ હતુ. તેમજ મોટાભાગના સ્થળે વાવાઝોડાને કારણે વિજ પુરવઠો લગભગ દોઢ કલાક ખોરવાઇ ગયો હતો.

આ પણ વાંચો: Gujarat: વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્થિતિની સમિક્ષા તાત્કાલિક હાથ ધરવા મુખ્યમંત્રીનો આદેશ, તંત્ર એલર્ટ

આ પણ વાંચો:  Gondal: ગોંડલ પંથકના વાતાવરણમાં જોવા મળ્યો પલટો, દેરડી ગામે ભારે પવન સાથે વરસાદ

આ પણ વાંચો:  Chhota udaipur: કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ, ધરતીપુત્રો થયા ચિંતાતુર

Whatsapp share
facebook twitter