+

કિસ્મતથી ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમને આજે ઈંગ્લેન્ડ સામે મળશે કિસ્મતનો સાથ? જાણો

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની ફાઈનલ આજે એટલે કે 13 ઓક્ટોબરે રમાશે. આ મેચ મેલબોર્ન (Melbourne)ના ઐતિહાસિક મેદાન પર રમાશે. ઈંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. જે સેમીફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવ્યા બાદ ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. આ પહેલા સમાચાર મળી રહ્યા હતા કે, ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ફાઈનલમાં જંગ જોવા મળશે પરંતુ આયર્લેન્ડ સામે હારનો સામનો કરી ચુકેલી ઈંગ્લેન્ડની ટીમે શાન
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની ફાઈનલ આજે એટલે કે 13 ઓક્ટોબરે રમાશે. આ મેચ મેલબોર્ન (Melbourne)ના ઐતિહાસિક મેદાન પર રમાશે. ઈંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. જે સેમીફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવ્યા બાદ ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. આ પહેલા સમાચાર મળી રહ્યા હતા કે, ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ફાઈનલમાં જંગ જોવા મળશે પરંતુ આયર્લેન્ડ સામે હારનો સામનો કરી ચુકેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં 10 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 

બંને ટીમો 1-1 વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે
T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ આ ટૂર્નામેન્ટની સૌથી મોટી દાવેદાર માનવામાં આવતી ટીમ ઈન્ડિયા બહાર થઈ ગઈ છે. જોકે, હવે ફાઈનલની આ જંગ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે જોવા મળશે. મેચ પહેલા બંને ટીમો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, આ બંને ટીમો એક-એક વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ત્યારે હવે ઝિમ્બાબ્વે સામે આ ટૂર્નામેન્ટમાં હારી ચુકલી બાબર આઝમની ટીમ ફાઈનલ મેચ જીતીને ઈમરાન ખાનના કરિશ્માનું પુનરાવર્તન કરી શકશે તેના પર પાકિસ્તાની ફેન્સની આજે નજર રહેશે.

ઈમરાન ખાને 1992માં ઈતિહાસ રચ્યો હતો
1992 ODI વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો. પાકિસ્તાનની ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને શાનદાર ટાઇટલ જીત નોંધાવી હતી. તે દરમિયાન ટીમની કમાન ઈમરાન ખાનના હાથમાં હતી. તે વર્લ્ડ કપમાં વસીમ અકરમે પાકિસ્તાન માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તે મેચનો હીરો સાબિત થયો હતો. આ પ્રથમ વખત પાકિસ્તાને વર્લ્ડ કપ જીત્યો હતો. વળી, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં આમને-સામને છે. આ જ કારણ છે કે આ ટૂર્નામેન્ટની સરખામણી 1992ના ODI વર્લ્ડ કપ સાથે કરવામાં આવી રહી છે.
શું ઈમરાનની બરાબરી કરી શકશે બાબર?
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની સાથે, મંચ લગભગ તે જ વસ્તુ માટે તૈયાર છે જે ત્રીસ વર્ષ પહેલાં પાક.ના પ્રભાવશાળી કેપ્ટન ઇમરાન ખાનની આગેવાની હેઠળની ટીમ સાથે થયું હતું. બાબર પોતાના દેશને પ્રથમ વૈશ્વિક ખિતાબ જીતાડવાથી અને ઈમરાનની બરાબરીથી માત્ર એક ડગલું દૂર છે. 1992 માં, 39 વર્ષની ઉંમરે, ઈમરાને મેલબોર્નના આ જ મેદાન પર ગ્રેહામ ગૂચની આગેવાની હેઠળની ખૂબ જ મજબૂત ઈંગ્લેન્ડની ટીમને તેની નેતૃત્વ કુશળતાથી હરાવીને પાકિસ્તાનને ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. 1992માં ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાને વર્લ્ડ કપની ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પચાસ ઓવરના વર્લ્ડ કપની ફાઇનલમાં તે સમયે પણ ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે હતી. બાબર આઝમ પાસે ટીમને જીત તરફ દોરીને હોલ ઓફ ફેમમાં સામેલ થવાની તક છે.
ઈંગ્લેન્ડના બેટ્સમેન vs પાકિસ્તાન બોલરો
જોકે, આ મેચ પાકિસ્તાન માટે આસાન નથી. ઈંગ્લેન્ડ મજબૂત ટીમ છે. સફેદ બોલમાં જોસ બટલરની ટીમ શાનદાર ફોર્મમાં રમી રહી છે. ઈંગ્લેન્ડ પાસે જોસ બટલર, એલેક્સ હેલ્સ, બેન સ્ટોક્સ અને મોઈન અલી જેવા શાનદાર મેચ વિનર ખેલાડીઓ છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના બેટ્સમેન અને પાકિસ્તાનની બોલિંગ વચ્ચે થવાની છે, જે દર્શકો માટે રોમાંચના સ્તરને વધારે તો નવાઈ નહીં.
MCG મા 90 હજારથી વધુ પ્રેક્ષકોની હશે હાજરી
MCG ની પ્રેક્ષકોની ક્ષમતા લગભગ એક લાખની છે અને ભારત – પાકિસ્તાન મેચમાં 90,000 થી વધુ પ્રેક્ષકોની હાજરી જોવા મળી હતી, પરંતુ પાકિસ્તાન – ઈંગ્લેન્ડ મેચમાં કદાચ સમાન સંખ્યામાં દર્શકો જોવા ન મળે. જોકે, હજુ પણ મોટી સંખ્યામાં દર્શકો આ મેચ જોવા જઈ રહ્યા છે, કારણ કે T20 વર્લ્ડ કપની ફાઈનલ હવે બે વર્ષ પછી વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર યોજાશે.
ફાઇનલ મેચ માટે અમ્પાયર્સ ફિક્સ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મેરાઇઝ ઇરાસ્મસ અને કુમાર ધર્મસેના મેદાન પર અમ્પાયર તરીકે જોવા મળશે. સિડનીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ સેમીફાઈનલમાં ઈરાસ્મસ ઓન-ફીલ્ડ અમ્પાયર હતા જ્યારે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલમાં ધર્મસેના ઓન-ફીલ્ડ અમ્પાયર હતા. ક્રિસ ગફાની ફાઈનલ માટે ટીવી અમ્પાયર હશે જ્યારે પોલ રેફેલ ચોથા અમ્પાયર હશે. મેચ રેફરીની જવાબદારી રંજન મદુગલેના ખભા પર રહેશે.
ટીમ ઈન્ડિયાની શરમજનક હાર
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને તેણે 16 ઓવરમાં આસાનીથી મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ માટે, તેમના ઓપનર એલેક્સ હેલ્સ અને જોસ બટલરે પોતાની ટીમને પોતાના દમ પર મેચ જીતાડી હતી. હેલ્સે 86 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બટલરે 80 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ભારતનું વધુ એક વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
T20 વર્લ્ડ કપ ક્યારે અને કઈ ટીમે જીત્યો?
2007- ટીમ ઈન્ડિયા (રનર અપ- પાકિસ્તાન)
2009- પાકિસ્તાન (રનર-અપ- ઈંગ્લેન્ડ)
2010 – ઈંગ્લેન્ડ (રનર અપ – ઓસ્ટ્રેલિયા)
2012 – વેસ્ટ ઈન્ડિઝ (રનર અપ – શ્રીલંકા)
2014 – શ્રીલંકા (રનર અપ – ટીમ ઈન્ડિયા)
2016- વેસ્ટ ઈન્ડિઝ (રનર અપ- ઈંગ્લેન્ડ)
2021- ઓસ્ટ્રેલિયા (રનર અપ- ન્યૂઝીલેન્ડ)
2022-…………………………
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેનો પ્રવાસ કેવો રહ્યો?
T20 વર્લ્ડ કપ 2022મા પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ બંને ટીમોની સફર ખૂબ જ નાટકીય રહી છે. સુપર 12માં જ્યાં ઈંગ્લેન્ડને આયર્લેન્ડથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પાકિસ્તાનને ઝિમ્બાબ્વેએ એક રનથી હરાવ્યું હતું. પરંતુ કોણે વિચાર્યું હશે કે આ બંને ટીમો હવે ફાઇનલમાં પહોંચશે. ઈંગ્લેન્ડ ગ્રુપ 1માં 7 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે ગ્રુપ 2માં બીજા ક્રમે છે. પાકિસ્તાનને બે હાર અને ત્રણ જીત મળી હતી, જ્યારે ઈંગ્લેન્ડને ત્રણ જીત અને એક હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ વરસાદને કારણે કોઈ પરિણામ આવ્યું ન હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter