+

નોટબંધીના સાત વર્ષ બાદ RBI એ શા માટે લીધો આ નિર્ણય, જાણો કારણ

2,000ની નોટનું 7 વર્ષનું આયુષ્ય રહ્યું નોટબંધી બાદ ચલણમાં આવી હતી 2 હજારની નોટ નવેમ્બર 2016માં નોટ આવું હતી ચલણમાં વર્ષ 2016માં ભારતીય ચલણમાં રહેલી રૂ. 500 અને 1000ની નોટોને…
  • 2,000ની નોટનું 7 વર્ષનું આયુષ્ય રહ્યું
  • નોટબંધી બાદ ચલણમાં આવી હતી 2 હજારની નોટ
  • નવેમ્બર 2016માં નોટ આવું હતી ચલણમાં

વર્ષ 2016માં ભારતીય ચલણમાં રહેલી રૂ. 500 અને 1000ની નોટોને સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી અને તેના સ્થાને રૂ. 500 અને રૂ. 2000ની નોટો જાહેર કરવામાં આવી હતી. નોટબંધી બાદ ચલણમાં આવેલી રૂ. 2 હજારની નોટનું આયુષ્ય 7 વર્ષનું રહ્યું છે. આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોટો નિર્ણય કરતા રૂ. 2000ની નોટને ચલણમાંથી પરત ખેંચી લીધી છે. વિવિધ મુદ્દાઓ પર ચર્ચામાં રહેતી રૂ. 2 હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

RBI એ જણાવ્યું કે, આ નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં પરત લેવામાં આવી શકશે. તેની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે. આખરે સરકારે વર્ષ 2016માં નોટબંધના લગભગ સાત વર્ષ બાદ આ નિર્ણય કેમ લીધો છે તેના કારણો જોઈએ.

ઉદ્દેશ્ય અલગ હતો

RBIએ નવેમ્બર 2016માં બે હજાર રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો જેથી તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની જે કરન્સી નોટબંધ હેઠળ હટાવવામાં આવી હતી તેના બજાર અને અર્થવ્યવસ્થા પર પડતી અસરને ઘટાડી શકાય.

અસ્તિત્વની મર્યાદા પાર કરી ચુકી

RBI અનુસાર, માર્ચ 2017 પહેલા 2,000 રૂપિયાની 89% નોટો જાહેર કરવામાં આવી હતી. આ નોટ ચાર-પાંચ વર્ષ સુધી અસ્તિત્વમાં રહેવાની તેની મર્યાદા પાર કરી ચુકી છે કે પછી પાર કરવાની છે.

ચલણમાં નોટોની સંખ્યા ઘટી

31 માર્ચ 2018ના 6.73 લાખ કરોડ રૂપિયાની નોટ સર્ક્યૂલેશનમાં હતી એટલે કે કુલ નોટોમાં તેની ભાગીદારી 37.3% હતી. 31 માર્ચ 2023 ના રોજ આ આંકડો ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. એટલે કે ચલણમાં રહેલી કુલ નોટોમાં બે હજારની નોટોની 10.8% ભાગીદારી જ રહી ગઈ.

ઉદ્દેશ્ય પૂર્ણ થતાં પ્રિન્ટિંગ બંધ કરાયું

નોટબંધી બાદ બે હજાર રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. જ્યારે બીજા મુલ્યની બેંકોની નોટ પુરતી માત્રામાં ઉપલબ્ધ થઈ ગઈ ત્યારે બે હજારની નોટને ચલણમાં લાવવાનો ઉદ્દેશ્ય પણ પુરો થઈ ગયો જેથી 2018માં બે હજાર રૂપિયાની ચલણી નોટોનું છાપકામ પણ બંધ કરી દેવામાં આવ્યું.

લેણદેણમાં ઓછો ઉપયોગ

RBI પ્રમાણે બે હજાર રૂપિયાની નોટ સામાન્ય રીતે લેણદેણમાં ખુબ વધારે ઉપયોગમાં નહોતી આવી રહી. એ સિવાય અન્ય મુલ્યની નોટ પણ સામાન્ય જનતા માટે ચલણમાં પુરતી માત્રામાં ઉપલબ્ધ છે. જેથી RBI ની ક્લિન નોટ પોલીસી હેઠળ આ નિર્ણય લેવાયો છે કે, બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી હટાવી લેવામાં આવે.

આ પણ વાંચો : જાણો શું છે RBI ની CLEAN NOTE POLICY, જે હેઠળ નોટ પરત ખેંચવાનો નિર્ણય થયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિ અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter