+

શિમરોન હેટમાયરની પત્ની વિશે આ શું બોલી ગયા સુનીલ ગાવાસ્કર? ચાહકો થયા ગુસ્સે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી કરતી વખતે એક વિવાદાસ્પદ નિવેદન આપતા ટીકાઓથી ઘેરાઈ ગયા છે. IPL 2022 ની 68મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શુક્રવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ગાવસ્કરે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શિમરોન હેટમાયરની મજાક ઉડાવી, જે ચાહકોને બિલકુલ પસંદ ન આવી.શિમરોન હેટમાયર થોડા સમય પહેલા જ રાજસ્થાન રોયલà«
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી કરતી વખતે એક વિવાદાસ્પદ નિવેદન આપતા ટીકાઓથી ઘેરાઈ ગયા છે. IPL 2022 ની 68મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શુક્રવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ દરમિયાન ગાવસ્કરે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન શિમરોન હેટમાયરની મજાક ઉડાવી, જે ચાહકોને બિલકુલ પસંદ ન આવી.
શિમરોન હેટમાયર થોડા સમય પહેલા જ રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયો છે. તે પોતાના પ્રથમ બાળકના જન્મ માટે વેસ્ટ ઈન્ડિઝ પરત ફર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં હેટમાયર ટીમમાં પાછો ફર્યો અને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. ત્યારે રોયલ્સને જીતવા માટે 31 બોલમાં 47 રનની જરૂર હતી. ત્યારબાદ ગાવસ્કરે રમુજી સ્વરમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેને સાંભળીને ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું, ‘હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ હતી, શું હેટમાયર હવે રોયલ્સ માટે ડિલિવરી કરશે?’ ફેન્સને હસાવવા માટે શિમરોન હેટમાયરની પત્ની વિશે કરવામાં આવેલી આવી કોમેન્ટ બાદ તેઓ ખરાબ રીતે ફસાઇ ગયા છે. આ પછી, ચાહકોએ સોશિયલ મીડિયા પર ગાવસ્કર વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. ઘણા યુઝર્સે BCCI પાસે ગાવસ્કરની કોમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી હતી.
મહત્વનું છે કે, હેટમાયર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ડાબોડી બેટ્સમેન 7 બોલમાં એક ચોક્કાની મદદથી 6 રન બનાવીને આઉટ થયો હતો. સોલંકીએ કોનવેના હાથે કેચ આઉટ કરાવ્યા બાદ  હેટમાયરને ડગઆઉટમાં મોકલ્યો હતો. જોકે, રવિચંદ્રન અશ્વિન (40*) અને રિયાન પરાગ (10*) એ પછી અણનમ 39 રનની ભાગીદારી કરી રોયલ્સને બે બોલ બાકી રહેતા પાંચ વિકેટથી જીતવામાં મદદ કરી હતી.
Whatsapp share
facebook twitter