+

પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું: પં .ધીરેન્દ્ર શાસ્ત્રી

સુરતમાં બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે…

સુરતમાં બાગેશ્વરધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું.

ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.

સુરતમાં બાબા બાગેશ્વરે ભક્તોને સંદેશો આપતા જણાવ્યું છે કે સનાતન સંસ્કૃતિની જાગૃતતાની આવશ્યકતા છે. હું કોઈ પક્ષનો નથી. મારો ઉદ્દેશય એક માત્ર સનાતન છે. હું કોઈ પક્ષનો નથી તેમ છતાં મારો કાર્યક્રમ વિવાદિત બનાવવામાં આવે છે. અમે ફરમાઈશી પ્રોગ્રામ કરતા નથી. અહીંયા મને મારો પરિવાર મળ્યો છે. તેમ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોર માટે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ આપ્યા.

સુરતમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબારમાં બાબાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, હું ગુજરાતની ધરતીને પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છું, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું.

આપણ  વાંચો-મને કોઈ પક્ષ સાથે ન જોડો, હું બજરંગ બલીની પાર્ટીમાં છુંઃ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી

Whatsapp share
facebook twitter