Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : MSU માં 2 દિવસ પરીક્ષા મોકૂફ રખાઇ

08:38 AM Jul 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU – VADODARA) દ્વારા શહેરમાં પાણીની સ્થિતીને  26-27, જુલાઇના રોજ લેવાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ બે દિવસ માટે નિર્ધારિત પરીક્ષાના પેપર બાદમાં પાછળથી લેવામાં આવનાર (MSU EXAM POSTPONED) હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, આ દરમિયાન યુનિ. કેમ્પસ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત સપાટીથી ઉપર વહી રહ્યા છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

પાણી ફરી વળતા સંપર્ક વિહોણા

વડોદરામાં ત્રણ દિવસ પહેલા પડેલા અવિરત વરસાદના કારણે શહેરની દશા બગડી છે. અવિરત વરસાદ બાદ શહેરના આજવા સરોવર અને વિશ્વામિત્રી નદી સહિતના જળાશયોમાં નવા નીર આવ્યા હતા. જેને લઇને વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત સપાટીથી ઉપર વહેતા જોવા મળ્યા હતા. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તો બીજી તરફ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા છે. તેવી પરિસ્થિતીમાં શાળાઓ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

પરીક્ષા મોકૂફ કરવામાં આવી

ત્યારે વડોદરાની સૌથી મોટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા 26-27, જુલાઇના રોજ પરીક્ષા કાર્યક્રમ મોકૂફ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  હાલ ચાલતી પરીક્ષાના છેલ્લા પેપર બાદ બાકીના પેપર અંગેની પરીક્ષા લેવામાં આવશે.

અગાઉ પણ રજા અપાઇ

આ અંગેની જાણકારી યુનિવર્સિટીના પબ્લીક રીલેશન્સ એન્ડ કોમ્યુનિકેશનના ઓએસડી દ્વારા આપવામાં આવી છે. યુનિ. દ્વારા અગાઉ પણ બે દિવસની રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો — VADODARA : વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી, વરસાદી વાદળો ઘેરાયા