+

VADODARA : NHAI દ્વારા વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે વૃક્ષારોપણ

VADODARA : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NATIONAL HIGHWAY AUTHORITY OF INDIA) ૧૭ સપ્ટેમ્બર 2024 માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) ના જન્મ દિન (BIRTHDAY…

VADODARA : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NATIONAL HIGHWAY AUTHORITY OF INDIA) ૧૭ સપ્ટેમ્બર 2024 માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) ના જન્મ દિન (BIRTHDAY CELEBRATION) નિમિતે નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે (NE-04) અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે (NE-01)ના ઈન્ટરચેન્જ પર એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન આજરોજ કર્યું છે.

શરૂઆતમાં એક્સપ્રેસવે વિસ્તારોમાં હરિયાળીત માર્ગ સાથે ૮-લેન પહોળો

આ કાર્યક્રમનું આયોજન NHAI ગુજરાતના પ્રાદેશિક અધિકારી શ્રી સુનિલ યાદવજીની ભવ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
સુનીલ યાદવજી એ જણાવ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ૧૩૫૦ કિમી લાંબો છે. ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને તેની નાણાકીય રાજધાની મુંબઈ સાથે જોડતો 8-લેન પહોળો બાંધકામ હેઠળ (આંશિક રીતે કાર્યરત) એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે જમીન સંપાદન ખર્ચ સહિત કુલ પ્રોજેક્ટનું મૂલ્ય આશરે ૧,૦૦,૦૦૦ કરોડ જેટલું છે. શરૂઆતમાં એક્સપ્રેસવે વિસ્તારોમાં હરિયાળીત માર્ગ સાથે ૮-લેન પહોળો છે. જે વર્તમાન ૨૪ કલાકની મુસાફરીનો સમય ઘટાડીને ૧૨ કલાક કરશે.

હાઇવેની બાજુઓ અને મધ્યમાં વૃક્ષો અને છોડ વાવવામાં આવી રહ્યા છે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ગુજરાતના દાહોદ, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાનો માંથી કુલ ૪૨૩ કિલોમીટરનું અંતર આવરી લે છે. MORT&H એ દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો વૃક્ષો દ્વારા આવરી લેવા આદેશ નક્કી કરવા માટે ગ્રીન હાઇવે પોલિસી-૨૦૧૫ અનુસાર NHAI એ પોલિસી આદેશને અમલમાં મૂકવા માટે ગ્રીન હાઇવે વિભાગ નું માળખું ઘડ્યું છે. NHAI ની પહેલ દેશને હરિયાળો અને સ્વચ્છ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નીતિ હેઠળ, હાઇવેની બાજુઓ અને મધ્યમાં વૃક્ષો અને છોડ વાવવામાં આવી રહ્યા છે. આ પહેલ માત્ર એવ્યુમમેન્ટને સાફ કરશે નહીં પરંતુ હાઇવેની સુંદરતામાં પણ વધારો કરશે. તેમજ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે અને મધ્યમાં વૃક્ષોના વ્યૂહાત્મક રોપણ દ્વારા આવતા ટ્રાફિકથી લાઈટ અને ફોકસ ઘટાડીને અકસ્માતોની સમસ્યાને હળવી કરવામાં મદદ કરશે.

૧૬૦૦ વૃક્ષો વાવી વડાપ્રધાનના જન્મ દિવસ ને યાદગાર બનાવશે

ગુજરાતમાં ઓથોરિટી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ૧૯.૦૯ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર, આપણા આદરણીય વડા પ્રધાન, નરેન્દ્ર મોદીએ પીપળનું વૃક્ષ વાવીને એક પેડ માં કે નામ પર શરૂ કરેલ અભિયાન ને વેગ આપવા NHAI દ્વારા ગુજરાત રાજ્યમાં વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે બીજા ૧૬૦૦ વૃક્ષો વાવી વડાપ્રધાનના જન્મ દિવસ ને યાદગાર બનાવશે.

આ પણ વાંચો — VADODARA : વડાપ્રધાન મોદી વડોદરાવાસીઓને આપશે મોટી ભેટ

Whatsapp share
facebook twitter