+

VADODARA : નશાકારક સીરપ કાંડમાં સંડોવાયેલા આરોપીને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : ગોધરા (GODHRA) ખાતે પકડાયેલી નશાકારક સીરપ કાંડમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં 11 માસથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) દબોચી લીધો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ…

VADODARA : ગોધરા (GODHRA) ખાતે પકડાયેલી નશાકારક સીરપ કાંડમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં 11 માસથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) દબોચી લીધો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અંગે બાતમી મળ્યા બાદ વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાર બાદ તેને પકડી લેવામાં આવ્યો છે.

આરોપી અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરી

તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, પ્રતાપનગર અલ્પના સિનેમા નજીક એક શખ્સ છે, જેના કપડાંનું વર્ણન જણાવવામાં આવ્યું હતું. તેની વોચ ગોઠવીને કોર્ડન કરીને પુછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનું નામ અલ્તાફ ઉર્ફે બકા ઐયુબભાઇ શેખ (ઉં. 40) (રહે. વાડી. જહાંગીરપુરા, દરબાર ચોક) હોવાનું જણાવ્યું હતું. તેની ખાત્રી કરતા તેના વિરૂદ્ધ વર્ષ – 2023 માં પંચમહાલમાં એનડીપીએસ એક્ટ ના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરી હતી.

સીરપ કાંડમાં આરોપીની સંડોવણી શું હતી

ઓક્ટોબર – 2023 માં એસઓજીની ટીમ દ્વારા ગોધરા લાલબાગ ટેકરી મેદાનમાં વોચ ગોઠવીને કારમાંથી ગેરકાયદેસર દવાઓની બોટલો પકડી પાડી હતી. આ બોટલો હાલ પકડાયેલા આરોપી અલ્તાફ પાસેથી મેળવી હોવાનું આરોપરીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આરોપી અત્યાર સુધી ફરાર હતો. આરોપી સામે શહેરના રાવપુરા પોલીસ મથકમાં પણ અગાઇ એક ગુનો નોંધાયેલો છે.

આ પણ વાંચો — VADODARA : પાઇપ મુકીને વિશ્વામિત્રી નદીમાં પાણીનો નિકાલ કરાતા આશ્ચર્ય

Whatsapp share
facebook twitter