+

VADODARA : ગેમઝોન પર જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ

VADODARA : રાજકોટ અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy) માં હજી સુધી 33 લોકોના મૃત્યુના સમાચાર આવ્યા છે. જે બાદ વડોદરા (VADODARA) સહિત તમામ સ્થળોએ ગેમઝોન (GAME ZONE) બંધ કરાવવામાં આવ્યા…

VADODARA : રાજકોટ અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy) માં હજી સુધી 33 લોકોના મૃત્યુના સમાચાર આવ્યા છે. જે બાદ વડોદરા (VADODARA) સહિત તમામ સ્થળોએ ગેમઝોન (GAME ZONE) બંધ કરાવવામાં આવ્યા છે. વડોદરામાં આદેશ અનુસાર વિવિધ વિભાગોની જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ગેમઝોન પર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં એક ફન પાર્કમાં યોગ્ય સુવિધા ન હોવાથી 15 દિવસ પહેલા જ તેને નોટીસ પાઠવવામાં આવી હતી. બાદમાં જરૂરી સુવિધાઓ મુકવાની ફરજ પડી હતી.

મોડી રાતથી જ કાર્યવાહી હાથ ધરી

વડોદરામાં હરણી બોટકાંડની ઘટના સામે આવી ચુકી છે. જે બાદ તંત્ર દ્વારા આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે અનેક આકરા પગલાં લેવામાં આવ્યા હતા. ગતરોજ રાજકોટ ગેમઝોનમાં આગની દુર્ઘટના સામે આવ્યા બાદ વડોદરાનું તંત્ર એલર્ટ બનીને એક્શનમાં આવ્યું છે. અને મોડી રાતથી જ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બે ટીમો દ્વારા જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ચેકલિસ્ટ પ્રમાણે તપાસ કરશે

વડોદરાના ચીફ ફાયર ઓફિસર (I/C) પાર્થ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, રાજકોટમાં લાગેલી આગને પગલે વડોદરામાં ચાલતા ગેમઝોનની તપાસ કરવામાં આવશે. આ અંગે જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોવાથી પાલિકાની ઇલેક્ટ્રીકલ, સિવિલ, મિકેનીકલ, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 9 ગેમઝોનમાં તપાસ કરવામાં આવશે. અગાઉ 15 દિવસ પહેલા જ ફન બ્લાસ્ટને નોટીસ આપીને સિલીંગ કરાવ્યું હતું. તેમની જોડેથી કમ્પ્લાયન્સ પુરા કરાવ્યા છે. ઉપરાંત મોલમાં ફાયરનો સ્ટાફ સજ્જ છે તેની ચકાસણી કરવામાં આવી છે. વડોદરાના ફાયર બ્રિગેડ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે. વડોદરામાં કોઇ પણ ઘટના ન ઘટે તે આપણે સુનિશ્ચિત કરી રહ્યા છે. અમારી ટીમ સ્થળ પર જઇને ચેકલિસ્ટ પ્રમાણે તપાસ કરશે.

ફાયર લે આઉટ પ્લાન પ્રમાણે જ એનઓસી

ફાયર ઓફિસર નિકુંજ આઝાદ જણાવે છે કે, આપણે પહેલાથી જ પ્લાનીંગ અને નિયમો પ્રમાણે ફાયર સિસ્ટમ, સેફ્ટી સુરક્ષાના ધોરણો સુનિશ્ચિત કરાવ્યા બાદ જ ગેમઝોનની એક્ટીવીટીની પરવાનગી આપી છે. રાજકોટની ઘટના બાદ આ તમામ સ્થળોએ રીચેકીંગ કરવામાં આવ્યું છે. સ્થળ મુલાકાતમાં ફાયર સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું ધ્યાને આવ્યું છે. તમામ જગ્યાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવનાર છે. દરેક જગ્યાએ ફાયર એક્ઝીટ, ફાયર લે આઉટ પ્લાન પ્રમાણે જ એનઓસી આપવામાં આવે છે. મેનેજર પાસેથી જરૂરી દસ્તાવેજો મંગાવીને ચકાસણી કરવામાં આવી છે. જરૂર જણાશે તો સુચન આપવામાં આવશે. હાલ પ્રમાણે મળેલા આદેશને લઇને ફન પાર્ક બંધ કરાવવામાં આવ્યા છે.

નવેસરથી ચકાસણી

પાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે કે, મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ તમામ ગેમીંગ ઝોનની મિકેનિકલ સ્ટ્રક્ચરલ સ્ટેબેલીટી, સિવીલ સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી, તેમજ ફાયર એનઓસી, બિલ્ડીંગ ઓક્યુપન્શી સર્ટીફીકેટ, ઈલેકટ્રીસીટી લોડ અને કનેકશન અને આ સિવાય ની અન્ય બાબતો અંગે સ્થાનિક તંત્ર દ્વારા જ્યાં સુધી નવેસરથી ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોનને બંધ રાખવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફરમાવવામાં આવેલ છે

આ પણ વાંચો — Rajkot: ‘કસુરવારને છોડવામાં નહીં આવે’ સુભાષ ત્રિવેદીએ કરી ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત

Whatsapp share
facebook twitter