+

Begawan Krishna : બાળલીલાવાળા,રાસલીલાવાળા કે ભગવદ્ ગીતાવાળા?

Begawan Krishna ની  બાળલીલા અને રાસલીલામાં કવિજીવોને વધારે રસ પડે છે. પુખ્ત થયા પછી પણ જે હિન્દુ કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં જ રચ્યોપચ્યો રહે તે ઘણું બધું ગુમાવે છે. કૃષ્ણનું…

Begawan Krishna ની  બાળલીલા અને રાસલીલામાં કવિજીવોને વધારે રસ પડે છે. પુખ્ત થયા પછી પણ જે હિન્દુ કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં જ રચ્યોપચ્યો રહે તે ઘણું બધું ગુમાવે છે.

કૃષ્ણનું જે ઓજસ્વી, પ્રતાપી અને સૌથી આકર્ષક સ્વરૂપ છે તે ગીતાકાર અને મહાભારતના વિષ્ટિકાર કૃષ્ણનું.

શ્રીમદ્ ભાગવતની કથામાંથી કમાણી કરનારા કથાકારો તથા બ્રાહ્મણોએ સદીઓ પહેલાં એક વાયકા ફેલાવી દીધી હતી કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ ના રખાય,રાખો તો ઝઘડા થાય.  હકીકતમાં ઘરમાં સસ્તુ સાહિત્યે પ્રગટ કરેલા મહાભારતના સાત દળદાર ભાગ કે  સાહિત્યકાર દિનકર જોષી સંપાદિત વીસ જેટલા ગ્રંથોની શ્રેણી વસાવી શકાય.  જ્યારે જ્યારે મહાભારત વિશે વિચારશો કે વાંચશો ત્યારે ઝઘડા થવાની વાત તો બાજુએ રહી માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. ભાગવતની કથા કરનારાઓએ તો ત્યાં સુધીની વાયકા ફેલાવેલી કે મહાભારતનું પારાયણ ક્યારેય ના થાય અને આમ છતાં જો કોઈ સંભળાવે તો આપણે એને અંત સુધી સાંભળવાનું નહીં.

શ્રીકૃષ્ણના ચિંતનનો અર્ક આપતી ભગવદ્ ગીતામાં રસ હોય? 

કારણ કે મહાભારતના મધ્યમાં ગીતા આવે છે. શ્રીકૃષ્ણના ચિંતનનો અર્ક આપતી અને હિન્દુ ધર્મના અસલ સ્વરૂપનો પરિચય આપતી ભગવદ્ ગીતાને અને ભાગવતની કથા માંડીને લોકોને લાલાની વાત કહીને રડાવતા, રોમાંચ કરાવતા કથાકારોને બાર ગાઉનું અંતર હોય એ સ્વાભાવિક છે.

નરસિંહ-મીરાંની અધ્યાત્મિકતા બેમિસાલ

કોણ જાણે કેમ પણ કવિઓ રાધા-કૃષ્ણનાં કાવ્યો જોડી કાઢે છે ત્યારે બહુ મઝા નથી આવતી, સાચું પૂછો તો એ વેવલાવેડાથી ત્રાસ થાય છે.

નરસિંહ-મીરાંની અધ્યાત્મિકતા બેમિસાલ હતી એટલે એમનાં કાવ્યોમાં સો ટચનું સોનું અનુભવવા મળતું. પ્રેમાનંદ જ્યારે સુદામાની વાતમાં કૃષ્ણને Begawan Krishna લઈ આવે છે ત્યારે હૃદય ભરાઈ આવે છે, પણ દયારામનાં કાવ્યો પછી કૃષ્ણભક્તિનાં કાવ્યોમાં જે વેવલાપણું શરૂ થયું તે અત્યાર સુધી ચાલુ રહ્યું તે વાંચી ઊબકા આવે છે.

છેલ્લાં સો-દોઢસો વર્ષમાં Begawan Krishna વિશે કે રાધાકૃષ્ણ વિશે ગુજરાતીમાં રચાયેલાં અમુક કરોડ કાવ્યોમાંથી જેન્યુઈન કવિતા બે-પાંચ કે વધુમાં વધુ સાત-આઠ કાવ્યો જોવા મળે. બાકી બીજા બધામાં કાં તો વેવલાપણું હોય, કાં આધુનિકતાના નામે તદ્દન વાહિયાત જેવી ઉપમાઓ હોય અને મોટેભાગે તો જે મનોભાવોને પોતે પ્રગટ પણે કોઈ સ્ત્રી સમક્ષ રજૂ કરી શકવાની હિંમત ન હોય તે વાતોને રાધાકૃષ્ણનું નામ લઈને કહેવાઈ હોય જેથી લોકોમાં એ ઝટ દઈને સ્વીકાર્ય બની જાય.

કવિબજારને આ વાત ગળે નહીં ઊતરે

કવિબજારને આ વાત ગળે નહીં ઊતરે અને તેઓ ‘આ નભ જોયું તે કાનજી’ અને ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ’ જેવાં અનેક કાવ્યોનાં ઉદાહરણો આપશે. આ બધાં જ માણવા જેવાં કાવ્યો છે, ભરપૂર મનોરંજન આપતી કવિતાઓ છે પણ એમાં ક્યાંય સાચાBegawan Krishna પ્રગટતા નથી, એકાદ છુટાછવાયા શબ્દમાં પણ નહીં. આ તમામ મનોરંજક કાવ્યો છે, લોકપ્રિયતા પામેલી રચનાઓ છે એટલું કહેવું પૂરતું છે.

પ્રશ્ન થાય કે સાચા શ્રીકૃષ્ણ કયા? કૃષ્ણ બાળલીલાવાળા કે રાસલીલાવાળા નહીં, પરંતુ મહાભારતવાળા અને ભગવદ્ ગીતાવાળા??

જ્યારે કરોડો લોકો બાળલીલા/ રાસલીલાવાળા કૃષ્ણને ભજતા હોય અને એ કૃષ્ણને સાવ રિજેક્ટ તો નહીં પણ અલમોસ્ટ અવગણવાની વાત થાય તો ચારે દિશામાંથી ટપલાં પડવાનાં. નૉટ ધૅટ કે ટપલાં ખાવાથી ડરીએ છીએ..

તો આજે કેવી રીતે બહાદુરી દેખાડવાનું મન થયું?

જન્માષ્ટમીએ ફરાળમાં શું શું ખાવું છે એની લાંબી યાદી સવારના પહોરમાં બનાવીને શિંગોડાનો લોટ ક્યાંથી મગાવવો અને સાબુદાણા અહીં સારા મળશે કે ત્યાં એ વિશે એક સાચા વૈષ્ણવ તરીકે કલાકો સુધી ગહન ચિંતન કરવા કરતાં શોધતાં એક માત્ર ૭૪ પાનાંની નાનકડી પુસ્તિકા સાચા કૃષ્ણ ઓળખાવે છે.

સ્વામી વિવેકાનંદના શુ કહે છે?

 “Begawan Krishna વૃંદાવનવાળા  ને હાલ તુરતને માટે દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો… અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય. જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહિ કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતા પ્રેમીની!”

ઈ.સ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ પોતાના કલકત્તાના ટૂંકા ગાળાના નિવાસ દરમિયાન મોટે ભાગે આલમ બજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા. આ સમય દરમિયાન સાધના માટે તૈયાર થતા કેટલાક યુવાનો તેમને મળ્યા અને બ્રહ્મચર્ય તેમ જ સંન્યાસની પ્રતિજ્ઞા એમણે લીધી.

ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા

આ યુવાનોને ભાવિ કાર્ય માટે તાલીમ આપવા સ્વામી વિવેકાનંદે ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા તેમ જ એમને ધ્યાન – સાધનાની દીક્ષા આપી. આ વર્ગોમાં સ્વામી વિવેકાનંદે બંગાળીમાં વાર્તાલાપ આપ્યા. જે ૭૪ પાનાંની ચોપડીની વાત અગાઉ કરી તે ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા’ એ મઠની ડાયરીમાંથી મળેલા સ્વામીજીના વાર્તાલાપનો અનુવાદ છે.

આ ઉપરાંત આ પુસ્તિકામાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના જુદા જુદા ભાગોમાંથી સંકલિત કરેલા ગદ્યખંડો પણ આપેલા છે.

રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વારા પ્રગટ થયેલા સમગ્ર સ્વામી વિવેકાનંદ સાહિત્યના દોઢેક ડઝન જેટલા ગ્રંથ છે, અત્યારે વાત છે સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ દેખાતા કૃષ્ણ ભગવાન(Begawan Krishna)  વિશેની. જોઈએ સ્વામીજીની દૃષ્ટિ આપણા જેવા સંસારીજીની દૃષ્ટિ સાથે કૃષ્ણની અવધારણા કેટલી જુદી પડે છે? કેટલી મેળ પામે છે?

Whatsapp share
facebook twitter