+

VADODARA : મોડે મોડે પાલિકાને કેરીની વખારો યાદ આવી

VADODARA : વડોદરા મહાનગર પાલિકા તંત્રને અડધો ઉનાળો વિતી ગયો ત્યારે કેરીની વખારો પર ચેકીંગ કરવાનું યાદ આવ્યું છે. આજે એકાએક 54 જેટલી કેરીની વખારો પર તપાસ ધરવામાં આવી છે.…

VADODARA : વડોદરા મહાનગર પાલિકા તંત્રને અડધો ઉનાળો વિતી ગયો ત્યારે કેરીની વખારો પર ચેકીંગ કરવાનું યાદ આવ્યું છે. આજે એકાએક 54 જેટલી કેરીની વખારો પર તપાસ ધરવામાં આવી છે. જેમાં જરૂર જણાયે શિડ્યુલ – 4 મુજબ સ્વચ્છતા જાળવવા માટેનું કડક સુચન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

હાલ અડધા ઉપરનો ઉનાળ વિતી ચુક્યો છે. ખુદ પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીને ધ્યાને રાખીને વિવિધ કામગીરી તેજ કરી દેવામાં આવી છે. ત્યારે હવે પાલિકા તંત્રને મોડે મોડે કેરીની વખારો યાદ આવી છે. આજે પાલિકા દ્વારા ઉનાળાને અનુલક્ષીને કેરીનું વેચાણ કરતી ખંડેરાવ માર્કેટ પાછળ, વેપાઇ માતાનો ચોક અને સિદ્ધનાથ રોડ વિસ્તારમાં આવેલી અલગ અલગ વખારો પર આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કેરીઓ પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ થાય છે કે નહિ તે ચકાસવામાં આવ્યું છે.

સ્વચ્છતા જાળવવા માટેનું કડક સુચન

જો કે, તમામ જગ્યાઓએ ચેકીંગ બાદ પણ કોઇ કાર્બાઇડની પડીકી મળી આવી નથી. કેરીઓ પકડવવા માટે ઇથીલીન રાઇપનરના ઉપયોગને મંજુરી આપવામાં આવી છે. જેથી કાર્બાઇડ ગાયબ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં જ્યાં જરૂર જણાય ત્યાં શિડ્યુલ – 4 અંતર્ગતની સ્વચ્છતા જાળવવા માટેનું કડક સુચન પણ કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે એફએસએસઆઇ એક્ટ અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ જલ્દી આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા વર્ષ દરમિયાન અને ખાસ કરીને સીઝનલ ખાદ્ય વસ્તુઓનું ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. કેટલીક સીઝનલ વસ્તુઓના ચેકીંગ દરમિયાન રીપોર્ટ મોડા આવવાની બુમો ઉઠતી હોય છે. આ પ્રકારના કિસ્સાઓમાં પાલિકા તંત્ર દ્વારા લીધેલા નમુનાનો રિપોર્ટ જલ્દી આવે તેવી વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો — VADODARA : હાઉસીંગ બોર્ડની ખોટી રસીદો પકડાવી લાખોની ઠગાઇ

Whatsapp share
facebook twitter