+

Monsoon in Gujarat : રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજાની મહેર, 2 કલાકમાં 2 થી 2.5 ઇંચ ખાબક્યો વરસાદ

Monsoon in Gujarat : ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. રાજ્યના બનાસકાંઠા (Banaskantha), રાજકોટ (Rajkot), મોરબી અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં આજે સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં 2 કલાકમાં…

Monsoon in Gujarat : ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. રાજ્યના બનાસકાંઠા (Banaskantha), રાજકોટ (Rajkot), મોરબી અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં આજે સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં 2 કલાકમાં 6 જિલ્લામાં સરેરાશ 2 થી 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના ગોંડલમાં 2.5 ઈંચ, જેતપુરમાં 2 ઈંચ, જ્યારે બનાસકાંઠાના દાંતામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. અંબાજીમાં (Ambaji) તો ધોધમાર વરસાદને લીધે કોમ્પ્લેક્સ અને દુકાનોમાં પાણી ભરાયા છે.

2 કલાકમાં 6 જિલ્લામાં સરેરાશ 2 થી 2.5 ઈંચ વરસાદ

ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠા, રાજકોટ, મોરબી, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, ગીર સોમનાથ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 2 કલાકમાં 6 જિલ્લામાં સરેરાશ 2 થી 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ગોંડલમાં 2.5 ઈંચ, જેતપુરમાં 2 ઈંચ, દાંતામાં 2 ઈંચ, જૂનાગઢ શહેર અને જિલ્લામાં સરેરાશ 2 ઈંચ, કાલાવડમાં પણ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

અંડરબ્રિજ, રોડ રસ્તા વરસાદી પાણીથી ભરાયા

રાજકોટના (Rajkot) ગોંડલની વાત કરીએ તો 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદ થતાં શહેરના મુખ્ય ત્રણ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. લાલપુલ, ઉમવાળ, આશાપુરા અંડરબ્રિજ, ખોડિયારનગર અંડરબ્રિજમાં કેડસમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરની વાત કરીએ તો કાલાવડ તાલુકામાં ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. છતર ગામે નદી બે કાંઠે થઈ હતી. સુરેન્દ્રનગરના (Surendranagar) ધ્રાંગધ્રામાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોરબીનાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી (Monsoon in Gujarat) જોવા મળી હતી.

આ જિલ્લાોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક

વડોદરાના ડભોઈ, બનાસકાંઠાના (Banaskantha) અમીરગઢ, ઈકબાલગઢ અને અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં તો કોમ્પ્લેક્સ અને દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. રાજકોટમાં રૈયા રોડ, કિશાન પરા, રેસ કોર્સ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. ઉપરાંત, ગીર સોમનાથ, જુનાગઢના (junagdh) મધુરમ, મજેવડી દરવાજા, આઝાદ ચોક, કાળવા ચોક, ગાંધી ચોક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. વેરાવળના આજોઠા, બાદલપરા અને સોનારીયામાં વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો – GONDAL : પુર જેવી પરિસ્થિતિમાં હવે પાણીમાં ડૂબતા બચાવશે આ રોબોટ!

આ પણ વાંચો – IMD Rainfall Update: હવામાન વિભાગે 27 થી 30 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો – GUJARAT : છેલ્લા 24 કલાકમાં ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું, 122 તાલુકામાં વરસાદ વરસ્યો

Whatsapp share
facebook twitter