+

VADODARA : એમ.વી. ઓમ્ની કંપનીને VMC પૈસા નહિ લડત આપશે

VADODARA : વડોદરા પાલિકા (VMC) દ્વારા અગાઉ એમ વી ઓમ્ની કંપનીને આવાસ યોજનાનું કામ સોંપ્યું હતું. તે બાદ કોન્ટ્રાક્ટરે કામ અધુરૂ છોડતા કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. જે બાદ…

VADODARA : વડોદરા પાલિકા (VMC) દ્વારા અગાઉ એમ વી ઓમ્ની કંપનીને આવાસ યોજનાનું કામ સોંપ્યું હતું. તે બાદ કોન્ટ્રાક્ટરે કામ અધુરૂ છોડતા કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. જે બાદ કોન્ટ્રાક્ટરે કોર્ટની વાટ પકડી હતી. અને પાલિકા સામે આર્બિટ્રેશન એવોર્ડ લઇ આવ્યો હતો. જેમાં પાલિકા દ્વારા કરોડો રૂપિયાની ચૂકવણી કરવી પડે તેવી સ્થિતી હતી. અને આ અંગેની તૈયારીઓ પણ ચાલી હતી. તેવામાં આજે કોન્ટ્રાક્ટર સામે ઝુકવાની નહિ પરંતુ લડત આપવાની જાહેરાત કરવામાં આવી છે. અને અન્ય કોન્ટ્રાક્ટરો સામે દાખલો બેસાડવા પાલિકા તંત્ર સજ્જ બન્યું છે.

10 વર્ષ માટે માટે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી

આજની કમિટીની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, આજની સ્ટેન્ડિંગમાં એક કામ હતું. જેમાં બીએસયુપી અંતર્ગત ફેસ 1, પેકેજ – 4 અને ફેઝ 3 પેકેજ 1 – 2 – 3 નું કામ અમદાવાદની એમવી ઓમ્ની કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. 2019 માં કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. કામકાજનો એવોર્ડ વર્ષ 2014 થી આપવામાં આવ્યો હતો. 10 વર્ષ માટે માટે કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી. જેની સામે કોર્ટમાં ઘા નાંખી બ્લેક લિસ્ટમાંથી મુક્તી મેળવી હતી. ત્યાર બાદ આર્બિટરેશન કોર્ટમાં દાવા કર્યા હતા. ચાર પેકેજ સામે દાવાઓ થયા હતા. તેની સામે રૂ. 52.25 કરોડ ચૂકવવાનો હુકમ થયો હતો.

હાઇકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં પડકારવામાં આવશે

ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, પાલિકાએ પૈસા નહિ ચુકવતા કોમર્શિયલ કોર્ટનો આશરો લઇ એક્ઝીક્યુશન પીટીશન દાખલ કરી હતી. એ પીટીશનના આદેશ અનુસાર પૈસા રૂ. 32 કરોડ તા. 26 ના ચુકવવાના હતા. જેથી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત ચઢાવવામાં આવી હતી. પુખ્ત ચર્ચા વિચારણા કરી, તમામ પાસાઓનો વિચાર કરી, કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા, વીએમસીના રોલ, વકીલના રોલ નક્કી કરી સ્થાઇ સમિતીના સભ્યોએ નક્કી કર્યું કે આ પીટીશન અને આર્બિટરેશનના એવોર્ડનો હાઇકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં પડકારવામાં આવે. અને તેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે તેવો ઠરાવ કર્યો છે.

સક્ષમ વકીલો રોકવામાં આવશે

વધુમાં ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, આર્બિટ્રેશન એવોર્ડ અને એક્ઝીક્યુશન પીટીશન પર સ્ટે લઇ હાઇકોર્ટમાં લડત આપવી. જેથી પાલિકાના નાણાં રોકી શકાય. સક્ષમ વકીલો રોકવામાં આવશે. પાલિકાનો પક્ષ મજબૂત રીતે મુકી શકાય તે પ્રમાણેનો ઠરાવ કરવામાં આવ્યો છે. જ્યારે પાલિકા પાસે દરખાસ્ત આવી, ત્યારે નાણાંકિય હિસાબ-કિતાબ જોતા નાણાં ચુકવીએ તો વાંધો ન આવે તેમ લાગ્યું. પરંતુ તમામ સભ્યો અને સંકલન સમિતીના નિર્ણયની ચર્ચા વિચારણા કરી આવા કોન્ટ્રાક્ટરો સામે પાલિકા ઝૂકે નહિ અને ભવિષ્યમાં આવું ઉભુ ન થાય અને આર્બિટ્રેશન કોર્ટમાં જઇ જે એવોર્ડ મળે તે પાલિકા ચુકવી જ આપશે તેમ માને.  તે પ્રમાણે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નબળું કામ કરતા હોય તે સામે દાખલો બેસે

ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, પાલિકા લોકોના હિતમાં કામ કરતી સંસ્થા છે. પાલિકા કશું ખોટું ન કરે, અને કોઇ ડિસ્પ્યુટ ઉભા થાય ત્યારે મોટાભાગે કોન્ટ્રાક્ટરોનો વાંક હોતો હોય છે. તે હિસાબે જે કોન્ટ્રાક્ટરો પાલિકાને કનડગત કરતા હોય અથવા નબળું કામ કરતા હોય તે સામે દાખલો બેસે તે માટે હાઇકોર્ટ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આર્બિટર એવોર્ડ સામે 50 – 80 ટકા ભરવા પડે

આખરમાં તેઓ જણાવે કે, અમારી પાસે જે ફેક્ટ હતા તે સભ્યોને સમજાવ્યા હતા. નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. કોઇ પણ દરખાસ્ત મંજૂુરી માટે આવતી હોય છે. તેની સામેનો નિર્ણય ફેરફાર સાથે મંજૂર થાય, નેગોશિયેશન થાય અને દરખાસ્ત નામંજૂર પણ થતી હોય છે. લોકશાહી ઢબનો પ્રકાર આ છે. આર્બિટર એવોર્ડ સામે 50 – 80 ટકા ભરવા પડે તેવો વકીલનો ઓપીનીયન છે. પરંતુ કોર્ટમાં પૈસા ન ભરવા પડે તેવું માંગીશું.

આ પણ વાંચો —VADODARA : દબાણને લઇ ભાજપના બે કોર્પોરેટરનું વલણ ચર્ચામાં

Whatsapp share
facebook twitter