+

Lok Sabha Election : Article 370 નાબૂદીની અસર, બારામુલ્લામાં મતદાનનો રેકોર્ડ તૂટ્યો…

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ની બારામુલા લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કામાં રેકોર્ડ મતદાન થયું. ચૂંટણી પંચે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી વધુ 59 ટકા…

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ની બારામુલા લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કામાં રેકોર્ડ મતદાન થયું. ચૂંટણી પંચે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી વધુ 59 ટકા મતદાન નોંધાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પીકે પોલે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના બારામુલ્લા લોકસભા મતવિસ્તાર, જે એક સમયે આતંકવાદથી પ્રભાવિત હતો, સોમવારે સૌથી વધુ 59 ટકા મતદાન નોંધાયું હતું. 1967 માં પહેલીવાર સંસદીય ચૂંટણીઓ યોજાઈ ત્યારથી બારામુલ્લા લોકસભા ક્ષેત્રમાં આ રેકોર્ડ મતદાન છે.

40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો…

બારામુલ્લા લોકસભા ક્ષેત્રમાં અગાઉનું સૌથી વધુ મતદાન 1984 માં 58.90 ટકા હતું. છેલ્લા 40 વર્ષમાં અત્યાર સુધીનું આ સૌથી વધુ મતદાન છે. 2019 ની લોકસભા ચૂંટણી (Lok Sabha Election)માં બારામુલ્લામાં 34.89 ટકા મતદાન થયું હતું. આ લોકસભા મતવિસ્તારમાં કુલ 18 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. બારામુલ્લા, બાંદીપોરા, કુપવાડા અને બડગામ. ચૂંટણી પંચે સોમવારે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના બારામુલા મતવિસ્તારમાં છેલ્લી આઠ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)માં સૌથી વધુ મતદાન થયું છે. શ્રીનગર મતવિસ્તારમાં 38.49 ટકાના રેકોર્ડ મતદાન પછી, બારામુલ્લામાં હવે છેલ્લી આઠ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ઓમાં સૌથી વધુ મતદાન જોવા મળ્યું છે, કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું.

2,103 મતદાન મથકો પર મતદાન થયું હતું…

બારામુલા સંસદીય મતવિસ્તારમાં 2,103 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું, જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સમગ્ર મતવિસ્તારમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું અને ઉત્સાહી મતદારોની લાંબી કતારો મતદાન કરવા માટે રાહ જોઈ રહી હતી.

22 ઉમેદવારો મેદાનમાં છે…

પંચે કહ્યું કે 2019 માં મતવિસ્તારમાં 34.6 ટકા મતદાન થયું હતું, જ્યારે 1989 માં તે માત્ર 5.48 ટકા હતું. આ વખતે બારામુલા સીટ પરથી 22 ઉમેદવારો મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા, પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોન અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રશીદ હરીફાઈમાં મુખ્ય ઉમેદવારોમાં સામેલ છે.

આ પણ વાંચો : Swati Maliwal Case : પોલીસ બિભવ કુમારને CM કેજરીવાલના નિવાસસ્થાને લઈ ગઈ, સીન રિક્રિએટ કર્યો…

આ પણ વાંચો : AAP ના વિદેશી ફંડિંગને લઈ ED નો ખુલાસો, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપ્યો રિપોર્ટ…

આ પણ વાંચો : Nashik લોકસભાના ઉમેદવાર શાંતિગીરી મહારાજે EVM સાથે કર્યું એવું કે ફરિયાદ નોંધાઈ, Video Viral

Whatsapp share
facebook twitter