+

VADODARA : ચોમાસા પહેલા હોર્ડિંગ્સનું જોખમ ધટાડવાની કાર્યવાહી તેજ

VADODARA : તાજેતરમાં મુંબઇમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં મુંબઇમાં મોટું હોર્ડિંગ ધરાશાયી (Mumbai hoarding collapse) થયું હતું. જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. અને 75 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ…

VADODARA : તાજેતરમાં મુંબઇમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં મુંબઇમાં મોટું હોર્ડિંગ ધરાશાયી (Mumbai hoarding collapse) થયું હતું. જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. અને 75 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાથી બોધપાઠ લઇને વડોદરા (VADODARA) માં અલગ અલગ વિસ્તારોમાં બિલ બોર્ડ અને હોર્ડિંગ્સ દુર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિતેલા 48 કલાકમાં પાલિકાની ટીમ (VADODARA VMC) દ્વારા 100 થી વધુ હોર્ડિગ્સ દુર કરવામાં આવ્યા છે.

પાલિકાનું તંત્ર સજ્જ બન્યું

થોડાક સમય પહેલા દેશના અનેક હિસ્સાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન મુંબઇમાં મોટું હોર્ડિંગ ધારાશાયી થયું હતું. જેમાં 17 લોકોના મૃત્યુ થયા હતા. અને 75 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટીવ ટીમ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ ઘટના બાદ વડોદરામાં ચોમાસા દરમિયાન હોર્ડિંગ્સ હોનારત ન સર્જાય તે માટે પાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. અને વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બિલ બોર્ડ દુર કરવાની કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.

100 થી વધુ મોટા બોર્ડ ઉતારી લીધા

વિતેલા 48 કલાકમાં પાલિકાની ટીમ દ્વારા 100 થી વધુ મોટા હોર્ડિંગ્સ બોર્ડ અને બિલ બોર્ડ ઉતારી લીધા હોવાનું સામે આવ્યું છે. પાલિકાની ટીમ દ્વારા શહેરના ચકલી સર્કલ, કાલા ઘોડા, સુશેન ચાર રસ્તાથી જાબુઆ રોડ, ભવન્સ સર્કલ, ખોડિયાર નગર ચાર રસ્તા, મહેસાણા નગર ચાર રસ્તા, છાણી કેનાલ રોડ, ગદા સર્કલ, સ્ટેશન કડક બજાર, ચકલી સર્કલ, સુશેન સર્કલથી વડસર બ્રિજ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રિમોન્સુન કામગીરી પણ તેજ

પાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, આગળ પણ આ કામગીરી કરવામાં આવનાર છે. સાથે જ ચોમાસું નજીક આવતા જ પાલિકા તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે. હોર્ડિંગ્સ ઉતારી લેવાના કારણે અકસ્માતની શક્યતાઓ ઘટાડવામાં આવી રહી હોવાનું ચર્ચામાં છે.

આ પણ વાંચો — VADODARA : ગેમઝોન પર જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ

Whatsapp share
facebook twitter